મતદારોને ઠાર નડ્યો:નખત્રાણાના મતદારોને ઠાર નડ્યો, બપોર સુધીની નિરસતા બાદ સાંજે નાગરિકોનો ધસારો

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરાણી મોટી, ખોંભડી નાની, દેવપર યક્ષ, લક્ષ્મીપર નેત્રામાં ભારે મતદાન

તાલુકા મથક નખત્રાણામાં ઠારના કારણે બપોર સુધી બુથ પર નીરસતા દેખાઇ હતી અને સાંજે મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને વિવિધ વોર્ડમાં મતદારોની લાઈનો જોવા મળી હતી. નખત્રાણામાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા નારણ જોશીએ નાદુરસ્ત તબિયત હોવા છતાં ઘોડીના સહારે આવી મતાધિકાર પ્રાપ્ત કર્યો હતો તો જૂનાવાસના 90 વર્ષીય અને પ્રાચીનગરના એસી વર્ષીય વૃદ્ધે ઘોડીથી બુથ સુધી ચાલીને પણ મતદાન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાનના દિવસે જોઈએ તેટલો ઉત્સાહ નખત્રાણાના મતદારોમાં જોવા મળ્યો ન હતો.

નખત્રાણાની 20 વોર્ડ ધરાવતી જિલ્લાની મોટી પંચાયતમાં 17200 જેટલા મતદારો છે, જેની સામે સાંજે પાંચ સુધી નખત્રાણાનું મતદાન 60 ટકા જેટલું થયું હતું. વિરાણી મોટીમાં4337 મતદારોમાંથી 2586 મતદારોઅે મતદાન કરતાં 60 ટકા, ખોંભડી નાનીમાં 697માંથી 577 મત પડતાં 82.78 ટકા, દેવપર યક્ષમાં 65.66 ટકા, લક્ષ્મીપર નેત્રામાં 877માંથી 701 મત પડવાની સાથે 79.93 ટકા, ભડલીમાં 1137માંથી 895 મતદારોઅે મતદાન કરતાં 79 ટકા મતદાન થયું હતું. તો વળી તાલુકાના અન્ય ગામોના મતદારોઅે પણ ભારે ઉત્સાહ બતાવ્યો હતો.

જાહેરનામાની અૈસી કી તૈસી : અમુક ઉમેદવારો વાહન સાથે બુથ પર પહોંચ્યા
મતદાન મથકથી સો મીટરની ત્રિજિયામાં લોકોને અેકત્ર ન થવા કલેક્ટરે જાહેરનામા અન્વયે અાદેશ કર્યો હોવા છતાં કેટલાક ઉમેદવારો પોતાના વાહનો છેક બુથ સુધી લઈ ગયા હતા અને મતદાન કર્યા બાદ પહેરેલા મોજાં પણ ત્યાં ફેંકી ગયા હતા. વાહન ચાલકોને દુર વાહન રાખવા માટે પોલીસ દ્વારા સતત આજીજી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...