અહીં સત્યનારાયણ પાટીદાર પ્રીમિયમ લીગની ક્રિકેટ મેચો રસાકસીભર્યા જંગના કારણે દિવસેને દિવસે વધુ રંગત જમાવી રહી છે. શનિવારે પ્રથમ મેચ શિવમ એસ.કે ઇલેવન નખત્રાણા અને લક્ષ્મીનારાયણ ઇલેવન ધાવડા વચ્ચે રમાઈ હતી.પ્રથમ બેટિંગ કરીને 12 ઓવરમાં શિવમ એસ.કે ઇલેવને પાંચ વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા જેની સામે લક્ષ્મીનારાયણ ઇલેવન 7.2 ઓવરમાં 38 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. આ મેચમાં ત્રણ ઓવરમાં 10 રન આપીને પાંચ વિકેટ ખેરવનારા કુંદન ધનાણીને મેન ઓફ ધ મેચ જ્યારે ૨૪ રન આપીને બે વિકેટ લેનારા પ્રતીક ભગતને સેકન્ડ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
બીજી મેચ ઉમિયા ઈરીગેશન નખત્રાણા અને ખીમાનંદ ઇલેવન નખત્રાણા વચ્ચે રમાઈ હતી.પ્રથમ બેટિંગ કરીને બાર ઓવરમાં ઉમિયા ઈરીગેશને નવ વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા. જેની સામે 7.2 ઓવરમાં ખીમાનંદ ઇલેવને પાંચ વિકેટ ગુમાવીને 85 રન બનાવીને આસાનીથી જીત અંકે કરી હતી. આ સ્પર્ધામાં અરુણ ભાવાણી મેન ઓફ ધ મેચ અને મેહુલ સુરાણી સેકન્ડ મેન ઓફ ધ મેચ રહ્યા હતા.
તો પાટીદાર ઇલેવન ગઢસીસા અને ઉમિયા ઇલેવન કોટડા જડોદર વચ્ચે ત્રીજી મેચ રમાઈ હતી.જેમાં પાટીદાર ઇલેવને બાર ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 139 રન બનાવતા ઉપસ્થિત પ્રેક્ષકોમાં રોમાંચ જોવા મળ્યો હતો અને આ મેચ ઘણી રસાકસી ભરી રહી હતી સામે ઉમિયા ઇલેવને શરૂઆતથી જોરદાર ટક્કર આપી હતી.પરંતુ બાર ઓવરની પૂર્ણતામાં 3 વિકેટના નુકશાન પર 123 રન બની શકતા નજીવી સરસાઈથી હાર થઈ હતી.
આ મેચમાં સ્કોરિંગ શૈલેષ કેશરાણી,ભાવેશ જબૂઆણી, ગૌતમ ભગતે જ્યારે કોમેન્ટ્રી પિયુષ રૈયાણી, તુલસી રૈયાણી અને નિમેષ નાથાણીએ આપી હતી.ઓનલાઇન વ્યવસ્થા યશ ચૌધરી,હિત રૈયાણી અને રાજ પારસિયાએ સંભાળી હતી.આ સાથે નખત્રાણા પશ્ચિમ વિભાગ પાટીદાર સમાજ, દક્ષિણ વિભાગ પાટીદાર સમાજ,નવાવાસ પાટીદાર સમાજ ,પાટીદાર યુવક મંડળ નખત્રાણા ,પાટીદાર યુવક મંડળ ( મેઘપર બોરીચી ) ગાંધીધામ તેમજ દેવજી ભાઈ લીંબાણી ભુજનું સન્માન કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.