તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:નખત્રાણાની શાળાના પ્રધાનાચાર્ય પાણી વેંચવા મજબૂર

નખત્રાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં પૂરી ફી ન આવતાં પાર્ટ ટાઇમ વ્યવસાય અપનાવ્યો
  • કેશવ વિદ્યા મંદિરના સહ આચાર્યએ પણ પાણીના ધંધામાં ઝુકાવ્યું

એક વર્ષ પહેલાં માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં દેશભરમાં લોક ડાઉન જાહેર કરાતાં શાળાઓ બંધ રહી જેને લઇને અનેક સ્વનિર્ભર શાળાઓમાં ફી ઓછી કે નહિવત ભરાતાં સંચાલકો માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ પેદા થઇ હતી. નખત્રાણાના કેશવ વિદ્યા મંદિરમાં પણ આવી જ રીતે અપૂરતી ફી આવતાં આર્થિક સંકટ પેદા થયું જેને લઇને પગાર અડધો કરી નખતાં ગુજરાન ચલાવવામાં મુશ્કેલી અનુભવતા પ્રધાનાચાર્ય અને સહપ્રધાનાચાર્યએ પાર્ટ ટાઇમ પાણી વેંચવાનો વ્યવસાય અપનાવ્યો છે.

કચ્છ સેવા સંઘ સંચાલિત આ સંસ્થામાં શૈક્ષણિક સત્ર શરૂ થતાં અનેક વાલીઓને ફી ભરવા ફોન કરવા છતાં પૂરતી ફી ન આવવાથી ટ્રસ્ટીઓએ આર્થિક સહયોગ પૂરો પાડ્યો પણ અડધા પગારમાં કેટલો સમય પરિવારનું ગુજરાન ચલાવવું તેવી મુશ્કેલી પેદા થતાં પ્રધાનાચાર્ય મધુસુદન તિવારી અને સહઆચાર્ય રાજેન્દ્રસિંહ જાડેજાએ પરિસ્થિતિનો સામનો કરતાં હાર ન માનીને શાળાનો સમય પૂર્ણ થતાં બપોર બાદ પાણીના કેરબા વેંચવાનો વ્યવસાય અપનાવ્યો છે.

લોક ડાઉનથી બંધ પડેલી શાળામાં શિક્ષકોના પગાર અને અન્ય ખર્ચ માટે વિદ્યાભારતી દ્વારા દોઢ લાખ અને મેનેજિંગ ભરત સોનીએ એક લાખ રૂપિયાની સહાય પૂરી પાડી જે પેટે શિક્ષકોના અડધા પગાર ચૂકવાયા પણ આમ થીગડ-થાગડ કેટલો સમય ચલાવવું તે સવાલ ખડો થયો હતો. અડધા પગાર સાથે કેટલાક સેવાભાવી શિક્ષકો ઓન લાઇન શિક્ષણ આપતા હતા.

આ માટે સરકારે પણ ફી ભરવા સૂચવ્યું હોવા છતાં કેટલાક વાલીઓએ ફી ભરી નથી તો બાળકોના ભાવિ માટે ચિંતિતોએ ફી ભરી નાખી છે જેને પગલે પૂરો પગાર ન પડતાં મજબૂરીવશ પાર્ટ ટાઇમ વ્યસાય શરૂ કરવો પડ્યો છે તેમ પ્રધાનાચાર્યએ જણાવ્યું હતું. હાલે સ્થાનિકે તેમજ અબડાસા અને લખપત તાલુકાના વિસ્તારોમાં પાણીના કેરબા વેંચીને સ્વમાનભેર જીવન ગુજારીએ છીએ. જો તમામ વાલીઓ ફી ભરે તો અમારે મજબૂર ન થવું પડે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...