તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નખત્રાણા ગામની મધ્યમાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગની બંને બાજુ ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવામાં તંત્રની ઉદાસીનતાને કારણે આ સમસ્યા વકરી ગઇ છે અને રાહદારીઓને હવે જાહેર માર્ગ પર ચાલવાનું પણ દુષ્કર અને જોખમી જેવું થઇ ગયું છે છતાં તંત્રની આંખ ન ખુલતાં લોકોમાં રોષ ફેલાઇ રહ્યો છે.
રસ્તાની બંન્ને બાજુ ધંધાર્થીઓના આડેધડ ખડકલા અને ઠેર ઠેર રખડતા ઢોરોને કારણે ધોરીમાર્ગ ક્યાંક તો સાંકડી ગલી જેવા થઇ જતાં નાગરીકોને પરેશાની વધી ગઇ છે અને નાના-મોટા અકસ્માતો હવે રોજીંદી ઘટમાળ બની ગઇ છે. વિધાનસભાની પેટાચૂંટણીના અરસાથી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દિવસો દિવસ વધી રહ્યા છે અને મુખ્ય રાજકિય પક્ષના અગ્રણીઓ પણ દબાણકારોને છાવરી રહ્યા છે.
જાહેર બાંધકામ ખાતાની કચેરી નખત્રાણામાં હોવા છતાં માર્ગ પરના ગેરકાયદે દબાણો આ ખાતાને કેમ નહીં દેખાતા હોય તેવો સવાલ લોકો કરી રહ્યા છે. રોડના સમારકામમાં બેદરકારી દાખવવા બદલ કચ્છના એક નાયબ કાર્યપાલક ઇજનેરને તાજેતરમાં જ સરકારે સસ્પેન્ડ કર્યા હતા તેમ રોજબરોજની કામગીરીમાં ઇરાદાપૂર્વક બેકાળજી દાખવનાર અધિકારી-કર્મચારી સામે પણ પગલાં લેવાય તો જ તંત્ર દોડતું થાય તેવી હાલત છે. લોકોની રજૂઆતો હાલમાં તો બેહરા કાને અથડાઇ રહી છે. નખત્રાણામાં તંત્ર દ્વારા દબાણ હટાવવાના ‘નાટકો’ અનેક વખત થયા છે પણ દર વખતે ‘દબાણકારો હવે સ્વેચ્છાએ જ હટાવી દેશે’ જેવી રાજકિય અગ્રણીઓની બાંહેધરીને પગલે તંત્રે ક્યારેય કડક હાથે કાર્યવાહી ન કરતાં હવે તો તંત્રની બીક જ ન રહી હોય તેવી હાલત છે. મહેસુલ તંત્ર હવે કડક કાર્યવાહી કરે તેવી પ્રબળ લોકલાગણી છે.
જગ્યા દેખાંતા જ થઇ જાય છે દબાણ !
નખત્રાણામાં તંત્રનો કોઇ જ ડર ન હોય તેમ જયાં પણ જગ્યા જોઇ નથી ને દબાણ કર્યું નથી. તસ્વીરમાં માર્ગની બાજુમાં દબાણ દ્રશ્યમાન થાય છે.
પંચાયત ખુદ ફેલાવે છે ગંદકી
ગ્રામપંચાયત ખુદ જાહેરમાં ગંદકી ફેલાવી રહી હોવા છતાં કોઇ ક્ષોભ નથી ! ગામમાં જયાં જોઇએ ત્યાં ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે.
ગ્રામપંચાયતના બે સુકાનીઓ અલગ-અલગ પક્ષના એટલે બન્ને પાર્ટી છે ચૂપ !
નખત્રાણા ગ્રામ પંચાયતમાં સરપંચ કોંગ્રેસી છે જ્યારે ઉપસરપંચ ભાજપના હોઇ, નગરમાં ઉભરાતી ગટરો, રખડતા ઢોરો અને ગંદકીના ઢગ જેવી પારાવાર સમસ્યા રોજીંદી થઇ ગઇ હોવા છતાં આ સમસ્યાઓ પ્રત્યે ભાજપ માૈન ધારણ કરી બેઠો છે !
તાલુકા મથકે તમામ તંત્રની મોજૂદગી છતાં પણ દબાણ, ગંદકી સહિતના પ્રશ્નોની ભરમાર
ગ્રામ પંચાયતનો દરજ્જો ધરાવતા નખત્રાણામાં નાયબ કલેકટર, મામલતદાર, નાયબ પોલીસ અધિક્ષક, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર, તા.વિ.અધિકારી, નાયબ ઇજનેર જેવા તમામ તંત્રના અધિકારીઓ હોવા છતાં ટ્રાફિક જામ, ગંદકી કે દબાણના પ્રશ્નો ઉકેલાતા ન હોય તો સરકારના વહીવટી વિભાગે ખરેખર તો નખત્રાણાને સ્ટડી કેસ તરીકે લઇ સંશોધન કરવું જોઇએ કે ખામી ક્યાં રહી જાય છે...!
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.