હાલાકી:નખત્રાણામાં પશુ ચિકિત્સક હોવા છતાં સારવાર મળતી નથી

નાના અંગિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ચાર્જ હોવાના બહાના હેઠળ છટકબારી

નખત્રાણા મથકે કાયમી પશુ ચિકિત્સક હોવા છતાંય મુંગા પશુઓ સમયસર દવાના અભાવે કણસતી હાલતમાં સાપ્તાહિક રજાઓ પૂરી થવાની રાહ જુએ છે કે ક્યારે રજાઓ પૂરી થાય અને તેમને દવા મળે. અગાઉ પણ ગ્રામ્ય વિસ્તારોમાથી યોગ્ય સારવાર ન મળવાની સમયાંતરે ફરિયાદો ઉઠતી રહી છે. મળતી વિગતો મુજબ એક રખડતા શેરી શ્વાનની દવા લેવા માટે સવારના ભાગમાં દવા લેવા માટે જીવદયાપ્રેમીઓ દવાખાને ગયા હતા ત્યારે દવાખાનામાં કોઈ જવાબદાર વ્યક્તિ ન હોવાથી, બપોર પછી અથવા સાંજે દવા લેવા આવવા માટે જણાવવામાં આવ્યું હતું.

તે સમયે દવા માટે સંપર્ક કરવામાં આવતા, શનિ- રવિ છે માટે હવે સોમવારે દવા મળી શકશે તેવું જણાવી દેવાયું હતું. કાયમી પશુ ચિકિત્સકે આ બાબતે જણાવ્યું હતું કે, હાલમાં મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાથી બધી જગ્યાએ પહોંચી વળવું શક્ય બનતું નથી અને તેમની પાસે અન્ય જગ્યાઓના પણ ચાર્જ છે એમ જણાવી પશુ ચિકિત્સકે છટકબારી ગોતી લીધી હતી.

સવારના ભાગમાં દવાખાના ખુલ્લા હોય ત્યારે દવા મળતી નથી અને સાંજે દવા લેવા માટે આવવાનું કહેવામાં આવે છે જયારે સાંજે દવા લેવા જઇએ તો બે દિવસ પછી આવવાનું કહેવામાં આવે છે. 48 કલાક સુધી આ મુંગા બીમાર અને કણસતા પશુ કેટલી હદે દર્દ અને યાતના ભોગવતા રહે તેવો સવાલ જીવદયાપ્રેમીઓએ ઉઠાવી સમયસર સારવાર, દવા મળે તેવી માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...