સમસ્યા:નખત્રાણા કોલેજ ગ્રાન્ટેડ થઇ પણ પ્રાધ્યાપકો 19 માસથી પગારથી વંચિત

નખત્રાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોલેજની મુલાકાત વખતે જ શૈક્ષણિક સ્ટાફે સ્ફોટક તથ્યો રજૂ કર્યા

રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજયમંત્રી ડો.કુબેરભાઇ ડીંડોરે નખત્રાણા ખાતે કોલેજની મુલાકાત લીધી હતી. અહીં કોલેજના પ્રાધ્યાપકોઅે રજૂઅાતોનો ધોધ વહેડાવ્યો હતો. કોલેજ ખાતે પ્રાધ્યાપકોઅે ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા હતા. જેમાં કહેવામાં અાવ્યું હતુ કે નખત્રાણા કોલેજ ગ્રાન્ટેડ તો થઈ છે પણ હજુ કોલેજના પ્રોફેસરોના પગાર આપવા ફંડ જમા નથી થયું. પ્રોફેસરોના19 મહિનાથી પગાર નથી થયા. વિશેષમાં એક વર્ષ માટે ડિસ્ટ્રિક મીનરલ ફંડ કચ્છ તરફથી 1.96 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી, પરંતુ તેમાંથી હજુ 72 લાખનું જ ચુકવણું થયું છે.

કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત જીએમડીસી આર્ટ્સ અેન્ડ કોમર્સ કોલેજ, નખત્રાણાની મંત્રીએ મુલાકાત લઈ કોલેજના કર્મચારીઓના પ્રશ્નો સાભળ્યા હતા. અા તકે રાજ્ય મંત્રીઅે કોલેજના મુદ્દાની સમસ્યા વહેલી તકે અગ્રતા આપી ઉકેલી આપવાની હૈયા ધારણા પણ આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ.વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સહિતના તમામ સ્ટાફના પ્રોફેસરો દ્વારા પગારના પડતર પ્રશ્નો રજૂ કર્યા હતા .

કોલેજ ગ્રાન્ટેડની જાહેરાત થઈને ખાસો સમય વીતી ગયો છતાં હજુ સુધી પ્રોફેસરોને સરકાર દ્વારા પૂરી ગ્રાન્ટ ફાળવાઈ નથી. ગ્રાન્ટ ન મળવાના અભાવે શિક્ષકોને ઘણી આર્થિક તકલીફોનો સામનો કરવો પડે છે. ક્યા કારણોસર ગ્રાન્ટ પૂરી નથી અપાઈ એ અંગે મંત્રીને રજૂઆત કરી ઘટતું કરવા વિનંતી કરાઈ હતી. હાલમાં ટ્રસ્ટ દ્વારા કર્મચારીઓને લૉન પેટે આંશિક સહયોગ આપવામાં આવી રહ્યો છે. જે છેલ્લા પાંચ મહિનાથી અટકી ગઈ છે. મંત્રીનું કોલેજ પરિવાર વતી ટ્રસ્ટી લાલજી રામાણીએ શાબ્દિક સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું .

અન્ય સમાચારો પણ છે...