ભુજ:નખત્રાણા સી.એચ.સી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે બે દર્દી પાસે રૂપિયા લીધા

નખત્રાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં

સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સના ડ્રાઈવરે બે દર્દી પાસેથી ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં પહોંચતા કરવા ભાડુ વસૂલ્યા ની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને તપાસના આદેશ કર્યાના હેવાલ છે.

ભુજની જી. કે. માં પહોંચાડવા ભાડું વસૂલ્યાનો આક્ષેપ 
ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ પોતાને સામાજિક કાર્યકરની ઓળખ આપી પૂછી રહી છે કે, નખત્રાણા સી.એચ.સી.ના ડ્રાઈવરે તમારી પાસેથી ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવા કેટલા રૂપિયા માંગ્યા હતા તો સામે ભ્રષ્ટાચારનો ભોગ બનનારી પુરૂષ વ્યક્તિએ જવાબ આપ્યો કે 700 રૂપિયા લીધા છે. એવી જ રીતે એજ સામાજિક કાર્યકરની ઓળખ આપતી વ્યક્તિએ મહિલાને પૂછતાં એ મહિલાએ પણ એમ્બ્યુલન્સના ડ્રાઈવરે 250 રૂપિયા ભાડું વસૂલ્યાનું જણાવ્યું હતું. તેમણે એમ્બ્યુલન્સના ડ્રાઈવરનું નામ મોહન જણાવી ઉમેર્યું હતું કે અમને ખબર ન હતી કે, ભાડું ચૂકવવાનું ન હોય. જે બાબતે નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પાંડેએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની વાયરલ ઓડિયો ક્લિપ વાયરલ થયાના સમાચાર મળ્યા છે. જેના ઉપરથી કાર્યવાહી કરવા ઉપરથી આદેશ પણ થયો છે. સીડીએચઓ ડો. કન્નરે પણ ઓડિયો ક્લિપ ધ્યાનમાં આવ્યાનું જણાવી ઉમેર્યું હતું કે, એમ્બ્યુલન્સ અને ડ્રાઇવર કોન્ટ્રાક્ટ બેઝ પરના છે. તપાસ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...