તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નખત્રાણાના સ્મશાનને 35 લાખની ઇલેક્ટ્રીક સગડી મળશે

નખત્રાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • { લોહાણા મહાજને 200 દિવ્યાંગોને રાશન કિટ આપી

આઝાદી પર્વના અમૃત મહોત્સવે નખત્રાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોહાણા મહાજન દ્વારા દાતા પરિવારના સહયોગથી 200 દિવ્યાંગોને રાશન કિટ અપાઇ હતી અને નખત્રાણા સ્મશાનમાં ઇલેક્ટ્રીક સગડી વસાવવાની નેમ વ્યક્ત કરાઇ હતી. સાંઈ જલારામ મંદિરે લોહાણા મહાજનના ઉપક્રમે 200 જરૂરિયાતમંદ દિવ્યાંગોને રાશન કિટ અપાઇ હતી. સાંસદ વિનોદ ચાવડાઅે સરકારની દિવ્યાંગો માટેની વિવિધ સહાય યોજનાઓની માહિતી અાપી, કોરોનાકાળમાં નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણની કામગીરીને બિરદાવી હતી.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાઅે કહ્યું હતું કે, નખત્રાણાના સ્મશાનમાં લાકડાની ઘટને નિવારવા માટે 35 લાખના ખર્ચે ઈલેક્ટ્રીક સગડીની માંગણી સરકારમાંથી મંજૂર થઇ છે અને ટૂંક સમયમાં વ્યવસ્થા ઉભી કરી સગડીનું લોકાર્પણ કરાશે. મેમુનાબેન રાજા, કાંતાબેન ચાવડા, ભારતીબેન, મેમુનાબેન વગેરેઅે સહયોગ આપ્યો હતો.

તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, જિ. પં. સદસ્ય કરસનજી જાડેજા, વસંત વાઘેલા, વસંત કોડરાણી, ઓધવજી પલણ, પંકજ દૈયા, સંધ્યાબેન પલણ, હેતલબેન કે. ઠક્કર, પ્રદિપ સચદે, દિલીપ નરસિંગાણી, દક્ષાબેન બારુ, ચંદનસિંહ રાઠોડ, હરિસિંહ રાઠોડ, જગદીશ પલણ, વિશનજી પલણ, પ્રાગજી અનમ, રમેશ રાજદે, મેહુલ દાવડા, િજજ્ઞેશ પલણ, સંદીપ પલણ, શિવા પલણ, બ્રિજેશ પલણ, ભાનુબેન આથા, જાગૃતીબેન પલણ, અલકાબેન બારૂ, મીનાબેન પલણ, ક્રિષ્નાબેન સોની સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...