સર્વ રોગ નિદાન કેમ્પ:નખત્રાણામાં વિવિધ રોગના 200થી વધુ દર્દીઓએ નિઃશુલ્ક સારવાર મેળવી

નખત્રાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા લોહાણા મહાજન અને માતૃ સ્પર્શ હોસ્પિટલ આયોજિત સર્વ રોગ નિદાન કેમ્પ સ્વ.દામજી લાલજી પલણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો હતો. જેમાં હાડકાના 70, ગાયનેકના 35, બાળકોના 40 અને જનરલ 50 દર્દીઓએ લાભ લીધો હતો. કુલ 200થી વધુ દર્દીઓને તપાસી દવા અપાઈ હતી. ડો.પ્રકાશ સોંદરવા (બાળ રોગ નિષ્ણાંત), ડો. મહેશ લીંબાણી (ઓર્થોપેડિક), ડો. ધારાબેન કણસાગરા (ગાયનેક), ડો. સચિન ગોસ્વામી (જનરલ) વગેરેએ સેવા આપી હતી. જેનો લાભ સ્થાનિક સહિત આસપાસના ગ્રામજનોએ લાભ લીધું હતું.

હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી આકાશભાઈ કોડરાણી, પાર્વતીબેન પલણ, તા.પં. ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, જિ.પં.સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, નયનાબેન પટેલ, હરિસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, ભારતીબેન લીંબાણી વગેરે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા સમાજના જયેશભાઈ સચદે, મહેન્દ્રભાઈ ઘટા, વિશનજી પલણ, પ્રાગજીભાઈ અનમ, નવીનભાઈ રાજદે, નિલેશભાઈ બાવલ અને સ્વર્ગસ્થના પરિવારના હરેશભાઈ, જગદીશભાઈ, દ્વારકાદાસ, સુરેશભાઈ, ભાનુબેન, વિજયાબેન વગેરે સભ્યો હાજર રહ્યા હતા. તેમજ તેઓએ ગૌસેવા સહિત અન્ય જીવદયાના કાર્યો કર્યા હતા. અરવિંદભાઈ ઠાકોર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દીપસિંહ સોઢા, બહાદુરસિંહ સોઢા, કુમકુમ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. સ્વાગત પ્રવચન શિવા પલણ અને આભારવિધિ મેહુલભાઈ દાવડાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...