તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:33 વર્ષ બાદ નખત્રાણાની મુખ્ય બજારનો માર્ગ બનતા વેપારીઓ ખુશ

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણાની મુખ્ય બજારમાં કાયમ ચોમાસામાં વરસાદ પડે અને રસ્તો નદીમાં ફેરવાઈ જાય. જેનો ભોગ મુખ્ય બજારમાં વેપારીઓને બનવું પડે. ઘણી વખત વધુ વેગથી દુકાનોમાં પણ વરસાદી પાણી અાવી જતા હોય છે. 33 વર્ષ પછી આ અા સમસ્યા નિવારવા તાલુકા પંચાયત દ્વારા 12 લાખની ગ્રાન્ટ ફાળવી રસ્તો નવો બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

તેમ છતાં કામ અટક્યું હતું, જેના પગલે નખત્રાણાના સરપંચ પ્રતિનિધિ નૈતિક પાંચાણી તેમજ ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડના પ્રયાસોથી આ કાર્ય ગઈકાલે ચાલુ કરાવવામાં અાવ્યું હતુ. જેના પગલે વેપારીઅોમાં રાહતની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...