ચૂંટણી:સૌથી મોટી નખત્રાણા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વકીલો પણ ઝૂકાવશે

નખત્રાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં જ કચ્છના ગામોમાં રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે. જિલ્લાની સૌથી મોટી નખત્રાણા ગ્રામ મપંચાયતને સર કરવા માટે સમીકરણો રચાઇ રહ્યાં છે તેવામાં પંથકના ધારાશાસ્ત્રીઓ ભ્રષ્ટાચાર મુક્ત સાશન માટે ચૂંટણીમાં ઝૂકાવવાની તૈયારીમાં હોવાનું અત્યંત આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. મુશ્કેલીઓમાંથી નખત્રાણાને મુક્ત કરવા અને નગરનો વિકાસ કરવા શિક્ષિત ઉમેદવાર અપાવા માટે ધારાશાસ્ત્રીઓ પણ આ વખતે તા. 19/12ના યોજાનારી ગ્રામ પચાયતની ચૂંટણી લડવાના મૂડમાં છે.

પંચાયત સર કરવા વકીલો પેનલ બનાવી સરપંચ તેમજ સભ્યોને મેદાનમાં ઉતારશે તેમ સ્થાનિક જાણીતા ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું. નખત્રાણાને ગ્રીન સિટી બનાવવાનો અમારો ઉદેશ્ય છે તેની સાથે ભ્રષ્ટાચાર મુક્ત પંચાયત બનાવવી છે તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, લોકો લાંબા સમયથી જે પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તેમાંથી મુક્તિ અપાવવાની નેમ છે.

જો સરપંચ કે ઉમેદવાર શિક્ષિત હોય તો જ ખરો વિકાસ થાય. ‘નવ યુવાન, નવો વિચાર’ના સૂત્ર સાથે નગરનો વિકાસ કરવો છે. અમારી પાસે અત્યારે જ 8 ધારાશાસ્ત્રી ઉમેદવાર તૈયાર છે પણ અન્ય શિક્ષિત યુવાન હશે તેને પણ પેનલમા લઈ ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. ગટર, પાણી, રસ્તા, દબાણ સહિતના અનેક પેચીદા પ્રશ્નો છે જે દૂર કરવાનો ધ્યેય રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...