તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમિત થયેલા અને હોમ ક્વોરન્ટાઇન લોકો પૈકીના અમુક બેરોકટોક પોતાના ઘરથી બહાર નીકળીને જાહેર સ્થળોએ આંટા મારતા જોવા મળતા હોવાથી આગામી સમયમાં ફરી કોવિડના કેસોમાં વધારો થવાની દહેશત ગ્રામજનોમાં જોવા મળી રહી છે.કેટલાક ગામડામાં દિવાળી પછી દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરીને કોરોના સંક્રમિત લોકોને ક્વોરન્ટાઇન કરાયા હતા પરંતુ તેનો નિયત સમય હજી પૂર્ણ થયો નથી તેવા કેટલાક લોકો જાણે કે, પોતાના ઘેર બેસી રહેવામાં કંટાળ્યા હોય તેમબહાર ખુલ્લામાં આંટા મારતા જોવા મળી રહ્યા છે. આ બેદરકારો કોરોનાના કેરિયર બનશે તો આરોગ્ય વિભાગની તમામ મહેનત વ્યર્થ જશે.
કેટલાક પ્રબુદ્ધોએ જણાવ્યું હતું કે, લોકો ચેપની ગંભીરતા ભૂલીને હળવાશથી લઈ રહ્યા છે અને હજી પણ માસ્ક વગર અથવા દેખાવ ખાતર માસ્કને ગળે લટકાવીને ઠેરઠેર ફરતા જોવા મળે છે. આ સંજોગોમાં સંબંધિત વિભાગ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવીને ધાક બેસાડતી કામગીરી કરવી જરૂરી છે. કોરોના કેસમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા વચ્ચે હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી જગ્યાએ જાહેરનામાનો ભંગ થઇ રહ્યો હોવાનું સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આ બાબતે કડક કામગીરી હાથ ધરવામાં આવે તે ઇચ્છનીય છે. જો કે પોલીસની ગાડી અને ડ્રેસ જોઈને જાહેરનામાનો ભંગ કરતા લોકો થોડા સમય માટે છૂમંતર થઈ જતા હોય છે. ત્યારે પોલીસ આગવી ઢબે કામગીરી કરે તે ખાસ જરૂર છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.