ધાર્મિક:કથા મનુષ્ય જીવનમાં વિવિધ વિકારોથી લાગેલા થાકને ઉતારવાનું ઉત્તમ સાધન

મોથાળા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના તરા (લાખાડી) ગામે ૐ શાંતિ આશ્રમમાં ગૌસેવાના લાભાર્થે તથા પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથા યોજાઇ હતી. પ્રારંભે તરા ગામથી આશ્રમ સુધી વાજતે ગાજતે પોથી પહોંચી હતી. શમિયાણામાં સંતો-ભક્તો, પોથી યજમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. ચોથા દિવસે કૃષ્ણ જન્મની પૂજા સાથે ધામધૂમથી ઉજવણી કરાઇ હતી તેમજ ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર સહિત મહાપ્રસાદ, દાંડીયારાસના કાર્યક્રમો યોજાયા હતા.

કથાકાર શિવમ મહારાજ (ઓમ મંદિર-આદિપુર)એ કથાએ મનુષ્ય જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાનથી લાગેલા થાક ઉતારવાનું ઉત્તમ સાધન છે તેમ જણાવ્યું હતું. વિવિધ કલાકારો દ્વારા સંતવાણી સહિતના કાર્યક્રમો રજૂ કરાયા હતા. સમૂહ ભાગવતના આયોજક સંસ્થાના સ્થાપક નાથાલાલ મહારાજ (પૂજારી ઉમિયાધામ વાંઢાય) તથા આશ્રમના પ્રમુખ રોહિતભાઈ અબોટીના સંચાલન હેઠળ કથા યોજાઈ હતી અને શાસ્ત્રી પિનાકીન મહારાજે વિધિ કરાવી હતી. દિલીપરાજા કાપડી, સરયૂદાસજી મહારાજ, જયાબા દેવી, દેવીબા, કમળાબા, કલ્યાણજી મહારાજ, મેઘરાજી દાદા, સોમનાથજી દાદા, રાજુભાઈ જોશી વગેરે સંતો સહિત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા તા.પં. પ્રમુખ જયસુખભાઈ પટેલ વગેરે સહિત વિવિધ રાજ્કીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓનું સન્માન કરાયું હતું. સંચાલન સમસ્ત અબોટી બ્રાહ્મણ જ્ઞાતિ કચ્છના ઉપપ્રમુખ કનૈયાલાલ અબોટી, ગોરધનભાઈ અબોટી, બિહારીભાઇ અબોટી તથા ચંપકભાઈ રાવલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...