તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોક ડાઉનનો સદુપયોગ:જીંદાયની પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિવિધ પ્રવૃત્તિઓ સાથે લોક ડાઉનનો કર્યો સદઉપયોગ

નાના અંગિયા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓને ઓન લાઇન શિક્ષણ સાથે ભરત ગૂંથણ જેવી પ્રવૃત્તિ કરાવી

નખત્રાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી જીંદાય પ્રાથમિક શાળાના શિક્ષકોએ લોક ડાઉનના સમયનો સદુપયોગ કરીને વિવિધ કાર્ટૂન ચિત્રો, ઓન લાઇન શિક્ષણ, ભરત ગૂંથણ તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરતાં શાળા ધમધમતી રહી હતી.300 જેટલી વસતી સાથેના ગામના લોકો શાળાના વિકાસ માટે તન ,મન, ધનથી સહકાર આપે છે. પાંચ શિક્ષકોના સહિયારા પ્રયાસોથી આ શાળા, માત્ર જીંદાય ગામ માટે જ નહીં, પરંતુ આસપાસના અન્ય ગામો માટે પણ ઉદાહરણ રૂપ બની ચૂકી છે તેવું ઉપસરપંચ ભીમજી આહીર અને એસ.એમ.સી.અધ્યક્ષ વેરશી આહિરે જણાવ્યું હતું.

પાંચેક વર્ષ અગાઉ આ શાળામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરનાર રાહુલ પી. પુરબીયાએ દીવાલો પર બાળકોના મનપસંદ કાર્ટૂન ચિત્રો જેમકે છોટા ભીમ, મિકી માઉસ, ઓગી,‌ ડોરેમોન જેવા વિવિધ પાત્રોના ચિત્રો બનાવ્યા છે. આચાર્ય રમેશઈ સોલંકી, ભાવેશ વાળંદ, દિગ્વિજય ઝણકાત, રાજુભાઈ કિશોરી સહયોગી બન્યા હતા.

બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ , ભરત ગૂંથણ જેવી અન્ય બાબતો પર ખાસ પ્રોજેક્ટ કરાવીને બાળકોને નવીન કાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. મોટા અંગિયા ગ્રુપ શાળાના આચાર્ય હરદેવસિંહ જાડેજાએ કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો