તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:‘જડોદરના ગ્રામજનોને ખાનગી કંપનીના માણસો ધમકી આપે છે’

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણાના ડીવાયએસપી સમક્ષ આક્ષેપો સાથે કરાઇ રજૂઆત

નખત્રાણા તાલુકાના જડોદર ગામના સીમાડામાં સબ સ્ટેશન બનાવી રહેલી પાવર ગ્રીડ કંપની દ્વારા મનફાવે તે રીતે હેવી વીજ લાઈન પાથરવામાં આવી રહી છે જેના સામે વિરોધ કરાય તો ધાકધમકી કરવામા આવે છે તેવા આક્ષેપ સાથે ગ્રામજનોએ નખત્રાણાના ડીવાયએસપી અને પ્રાંત અધિકારીને પાઠવેલા આવેદનમાં યોગ્ય પગલા ભરવાની માગ કરી હતી. રજૂઆતમા જણાવાયા મુજબ કંપનીના અધિકારીઓ દ્વારા ગામના રહીશ રાજમલજી નાગજી સોઢાને ગ્રામજનો તથા કંપની વચ્ચે ચાલતા વિવાદ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશને આવવા જણાવાયું હતું.

સજુભાઈ, વિશ્વરંજન, કેતન રાઠવા સહિતના અધિકારીઓએ તેમને ગાળો આપી અને જપા જપી કરવાની સાથે ધાક-ધમકી આપી હતી. કંપની દ્વારા વનસ્પતિ અને ન ગૌચર જમીનના રસ્તાઓને નુકસાન પહોંચાડીને કામ કરાઇ રહ્યું છે જેમાં ગ્રામજનો કોઈ વાંધો ન ઉઠાવે તે માટે ધાકધમકી કરાય છે તેવો આક્ષેપ કરાયો હતો.

તાલુકા પંચાયત સદસ્ય ઉત્પલ સિંહ જાડેજા, જડોદરના સરપંચ વનીતાબેન ગોસ્વામી, ઉપસરપંચ સમેજા અબ્દુલ હુસેન, અલીમામદ મંધરા, મહેશપુરી ગોસ્વામી, અનિલ ધલ, ડાયાલાલ મેરીયા, હાકમસિંહ સોઢા, મામદ કુંભાર, કાંતિલાલ જાગરીયા સહિતના અગ્રણીઓ આવેદન આપવામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...