આરોગ્ય જોખમમાં:નખત્રાણામાં શાળાના બાળકોને પસાર થવું પણ દુષ્કર

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદનું ગટર મિશ્રિત પાણી ભરાતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા

નખત્રાણામા વિરાણી રોડ પર આંવેલી અંગ્રેજી શાળાના પ્રવેશ દ્વારા પાસે જ લાંબા સમયથી ગટર મિશ્રિત વરસાદી પાણી ભરાયેલું રહેતાં મચ્છરોનો ઉપદ્રવ થવાથી વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. શાળા સંચાલકો દ્વારા આ દિશામાં યોગ્ય પગલા ભરાય તેવી માગ વાલીઓમાં ઉઠી છે.દર વર્ષે ચોમાસામા સેંટ ઝેવિયર્સ સ્કૂલ પાસે પાણી ભરાય છે જેમાં ગટરનું દુષિત પાણી પણ ભળે છે.

પ્રવેશ દ્વાર સામેજ પાણી ભરાતું હોવાથી ખાસ કરીને બાળકોને મુશ્કેલી વેઠવી પડે છે. કેટલાક વાલીઓએ નામ ન આપવાની શરતે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મચ્છરોનો ઉપદ્રવ થતાં બાળકો બીમારીમાં સપડાશે. આ પહેલા જ પાણીનો નિકાલ કરાય તેવી માગણી વાલીઓ કરી રહ્યા છે. પંચાયત દ્વારા પણ હસ્તક્ષેપ કરાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...