તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નખત્રાણા વિસ્તારમાં બુટલેગરો ખુલ્લે આમ કરે છે દારૂનું વેચાણ

નખત્રાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયદો વ્યવસ્થા સમીક્ષા હેઠળ પોલીસ વડાની તાલુકાના પ્રતિનિધિઓ અને વેપારીઓ સાથે મળી બેઠક
  • જરૂર પડશે તો, પુરાવા આપવા પણ તૈયાર : તા.પંચાયતના પ્રમુખના આક્ષેપથી ખળભળાટ

નખત્રાણા વિસ્તારના બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અને પોલીસને ખરેખર પગલાં લેવા હોય તો પોતે પુરાવા આપવા પણ તૈયાર છે. તેઓ ગંભીર આક્ષેપ તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલે કરતા ખળભળાટ મચી ગયો છે.

નખત્રાણા ખાતે આજે પ્રાંત કચેરીના હોલમાં જિલ્લા પોલીસ વડા સાથે તાલુકા પ્રજાકીય પ્રતિનિધિઓ અને વેપારીઓ, અગ્રણીઓની યોજાયેલી ક્રાઇમ સમિક્ષાની બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખે આ ખુલ્લો આક્ષેપ કરતા બેઠકમાં ઉપસ્થિત સ્થાનિક પોલીસ અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. પોલીસની નિષ્ક્રિયતાને કારણે અહીં સરકારની છાપ ખરડાઇ રહી હોવાનો જણાવી કડક કાર્યવાહીની જયસુખભાઇએ માગણી કરી હતી. તો, દબાણ સહિતના મુદ્દે આજે આ અગ્રણીઓ પ્રાંત અધિકારી મેહુલ બરાસરાને પણ મળ્યા હતા.

અને વ્યાપક રજૂઆતો કરી હતી. બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં નડતરરૂપ દબાણો હટાવવામાં મહેસુલ તંત્રની લાપરવાહી અંગે તાલુકા પંચાયત પ્રમુખે અસંતોષ વ્યક્ત કરી તાત્કાલિક પગલાં લેવા માગણી કરી હતી. નખત્રાણા ની આજની બંને મીટીંગોમાં દારૂનું વ્યાપક દુષણ અને નડતરરૂપ દબાણોની પ્રવૃત્તિ અંકુશમાં લેવાની વાતમાં ભાજપના અગ્રણીઓમાં બે પ્રકારના વલણ જાહેરમાં તરી આવ્યા હતા. દબાણ મુદ્દે વેપારી અગ્રણી હેમેન્દ્ર કંસારાએ ટેકો આપ્યો હતો. તો, આ બંને મૂદે ધારાસભ્યની ચૂપકીદીએ બેઠકમાં આશ્ચર્ય સર્જ્યું હતું.

પોલીસ મારા પણ ફોન ઉપાડતી નથી : ધારાસભ્ય
ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ મોરો ફોન ઉઠાવતા નથી ત્યારે આમ પ્રજાને કેટલી મુસ્કેલીઓ પડતી હશે. તેવી ધારદાર રાવ સાથે રજુઆત કરી હતી.

માસ્ક મુદે પોલીસ વેપારીઓને કનડગત કરે છે
વેપારીઓ દ્વારા પોલીસ માસ્ક મુદે કનડગત કરાતી હોવાની વ્યાપક રજૂઆતો થતા પોલીસ સામે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી હતી.

ખાનગી વાહનો પર પોલીસ લખાવીને કરે છે દાદગીરી
પવનચક્કીવાળા સાથે ખેડૂતોના સંઘર્ષના પ્રકરણોમાં પોલીસ લખાણ સાથે ખાનગી વાહનોમાં આવેલા લોકોની દાદગીરીમાં પોલીસની ભૂમિકા અંગે બેઠકમાં ગંભીર આક્ષેપો ઉઠયા હતા.

અન્ય સમાચારો પણ છે...