તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને હાલાકી:હાઇટેક યુગમાં નખત્રાણાનું સા. આ. કેન્દ્ર સંપર્ક વિહોણું !

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય કેન્દ્રનો ટેલીફોન બંધ હોતા લોકોને હાલાકી

છેલ્લા બે વર્ષથી નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નો ટેલીફોન બંધ હાલતમાં હોતા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ તબીબી સેવાથી વિશે પૂછતાછ કરી શકતા નથી. ક્યારેક ડોક્ટર ન હોતા ભાડા ખર્ચીને આવેલા દર્દીને પરત ફરવું પડે છે. દેશ હાઇટેક યુગમાં પ્રવેશ્યો છે ત્યારે નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર પાસે ટેલિફોનની સુવિધા પણ ઉપલબ્ધ નથી. છેલા 2 વર્ષથી 222304 નંબરનું કનેશન બધ હાલતમા હોતાં હાલ કોરોનાની વેક્સિન માટે પણ લોકોનો સતત મેડિકલ ઓફિસરના મોબાઈલ નબર પર મારો રહે છે.

મેડિકલ ઓફિસર ડો. પાંડેને પૂછતા તેમણે કહ્યું કે અવાર નવાર લાઈનોમા ખોટીપો સર્જાય છે. બીએસએનએલની સેવા સંતોષ કારક નથી. મહિના મા ચાર વખત લાઈન તૂટે અને ફોન બંધ થાય એ કાંટાળામા કનેશનન કટ કરવી નાખ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર કે રસીકરણ વિશે અહીં સંપર્ક કરી માહિતી મેળવવા દર્દી કે અન્ય લોકો ઇચ્છે તો તે ફોન ન હોવાના કારણે નિરાશ થવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...