તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા જળવાઈ:મોબાઇલ, ઇન્ટરનેટના યુગમાં લગ્ન પ્રસંગોએ ઝળકતી કચ્છીયત

નખત્રાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાવલ, ગજીયો, મટકુ વગેરે હજુપણ લોકપ્રિય
 • માત્ર ઢોલના તાલે, રાસુડા સંગાથે ઝુલતી મહિલાઓ

મોબાઇલ, ટીવી અને ઇન્ટરનેટના યુગમાં પણ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન પ્રસંગોએ એકમાત્ર દેશી ઢોલના તાલે કચ્છી રાસુડા થકી કચ્છીયત જીવંત રહી છે. હાઇટેક ટેકનોલોજીના યુગમાં લોકો પાસે સમય જ નથી. વર્તમાન સમયે નાના બાળકોથી લઇને મોટેરાઓ મોબાઇલમાં જ રચ્યા-પચ્યા રહેતા હોય છે અને સોશ્યલ મીડિયા થકી સમય પસાર કરતા હોય છે પરંતુ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં કચ્છી રાસુડા થકી મહિલાઓએ કચ્છી કલાને સાચવી રાખી છે.

નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત પશ્ચિમ કચ્છમાં વગર વાજિત્રે માત્ર ઢોલના તાલે અનુસૂચિત જાતિની મહિલાઓ રાસુડા ગાઇ કચ્છીયતને ઉજાગર કરવા દીવામાં ઘી પૂરવા સમાન કાર્ય કરી રહી છે. જૂનું એટલું સોનું એ કહેવતને સાર્થ કરતા કચ્છી રાસુડામાં વાવલ, ગજીયો, મટકુ હજુપણ લોકપ્રિય રહ્યા છે. દેશી ઢોલ સંગાથે કચ્છી રાસુડા દરમ્યાન કોઇપણ રમતિયાળ હૈયું પોતાના પગ રોકી શકે નહીં. મોબાઇલ યુગમાં કચ્છી રમતો, રાસુડા વગેરે લુપ્ત થવાના આરે છે ત્યારે આવનારી પેઢી આવી રમતો માત્ર સોશ્યલ મીડિયા પર જ નિહાળી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો