નખત્રાણા તાલુકાના સુખપર રોહા ગામે મંગળવારે રાત્રીના ઘાડીના પગબાંધીને ગુદાના ભાગે લાકડી ભરાવીને નિર્મમ હત્યા કરાઇ હોવાની ઘટનાને પગલે નખત્રાણા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટના સબંધ બુધવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સો વિરૂધ ફરિયાદ નોંધાવાઇ હતી.
ઘોડીના પગ બાંધી ઘટનાને અંજામ આપ્યો
ઘટના અંગે સુખપર રોહા ગામે રહેતા ખમુભાઇ કાંતિલાલ હમિરે જણાવ્યું હતું કે, તેઓ રાત્રના કોરી પ્રસંગ પતાવીને આવી રહ્યા હતા ત્યારે તેમને ગામના બાલમંદિર પાસે તેમની ઘાડીના પગ બાંધી કોઇ અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓએ ઘોડીના પગ બાંધી ગુદાના ભાગે લાકડી ભરાવીને કરપીણ હત્યા કરી હતી. સ્થળ પરથી ગામ નાજ એક કોલી યુવકનો આધારકાર્ડ મળી આવ્યો હતો. જેથી ખમુભાઇએ નખત્રાણા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો ઉપરાંત શકમંદ યુવકનું નામ ફરિયાદમાં જણાવ્યું હતું.
બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકના પીએસઆઇ ખાંભડને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, કોઇ કોલી યુવાનનો આધારકાર્ડ સ્થળ પરથી મળ્યો હતો. તેના આધારે ફરિયાદીમાં શંકા દર્શાવી છે પરંતુ ઘોડીની કોને હત્યા કરી છે. તે હજુ સ્પષ્ટ થયું નથી પીએમ રિપોર્ટ આવ્યા બાદ હત્યા પાછળનું કારણ જણી શકાશે. નખત્રાણા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ અજાણ્યા શખ્સો વિરૂધ પશુઘાતકી પણા અધિનિયમની કલમ તળે ગુનો નોંધ્યો છે.
ઘાેડીની હત્યા બાદ બચ્ચાનો જન્મ થયો
ધોડીના માલિક ખમુભાઇએ જણાવ્યું કે, આવી બેહરેમી પૂર્વક કૃરતાથી અબોલ પશુની હત્યા કરાઇ છે. ઘોડીની હત્યા બાદ બચ્ચાનો જન્મ થયો છે. પોલીસ દ્રારા હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરી કાર્યવાહી આવે તેવી માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.