તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ:રવાપરમાં ગ્રામ પંચાયત દ્વારા દવાનો છંટકાવ તેમજ 1000 માસ્ક વિતરીત કરાયા

નખત્રાણા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

રવાપર ખાતે માતાનામઢ લિગ્નાઇટ પ્રોજેક્ટના સહકારથી ગામના તમામ મુખ્ય માર્ગોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ મેનેજર આર.કે.દાસ દ્વારા આપવામાં આવેલી કોવિડ-19 કિટના ઉપયોગથી સરપંચ પુષ્પાબેન રૂપારેલ, તા. પં. વિપક્ષી નેતા અશ્વિન રૂપારેલ દ્વારા ટેમ્પરેચર મશીનથી લોકોને ચેક કરી સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કિટમાં 25 લિટર હેન્ડ સેનેટાઈઝર, 1000 માસ્ક, 2 સેનેટાઈઝર પંપ અને એક ટેમ્પરેચર મશીન ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના ઉપસરપંચ મહેશભાઈ વાસાણી, તલાટી યોગેન્દ્રસિંહ જાડેજા, વેલુભા ગોહિલ, અબ્દ્વેમાન કુંભાર સહિતના ગ્રામ પંચાયત સભ્યોએ હાજરી આપી હતી. જીએમડીસી દ્વારા આવી કીટ નવાવાસ, માતાનામઢ, કોટડા(મઢ), ભાડરા જેવા ગામોમાં આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો