તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ:નખત્રાણામાં ફરી વેપારીઓ જ ટાર્ગેટ, પાંચને માસ્ક અંગે દંડ ફટકારાયા

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અહીંની પોલીસની કામગીરી અંગે એસપી સમક્ષ ફરિયાદ કરાયા બાદ મંગળવારે વધુ પાંચ વેપારીઓને માસ્ક અંગે દંડ કરાયો હતો. જોકે ચોંકાવનારી વાત એ છે કે પોલીસે દંડની પાવતીમાં કર્મચારીએ સહી કે તારીખ લખી ન હતી !

નખત્રાણા ખાતે તાજેતરમાં મુલાકાત માટે આવેલા એસપી સાૈરંભ સિંઘ સમક્ષ ધારાસભ્ય તથા વેપારીઓએ સ્થાનિક પોલીસની કામગીરી અંગે ફરિયાદ કરી હતી. ખાસ કરીને પોલીસ માત્ર વેપરીઓને વધારે ટાર્ગેટ કરતી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. તેવામાં આ ફરિયાદ બાદ નખત્રાણા પોલીસ મંગળવારે ફરી બજારમાં પેટ્રોલીંગ માટે નિકળી હતી. અને પાંચેક વેપારીઓને માસ્ક અંગે દંડ કર્યો હતો. પરંતુ જે પોલીસ કર્મચારીએ દંડ વસુલ કર્યો હતો તેણે પાવતીમાં સહી કે તારીખ પણ લખી ન હતી.

અન્ય સમાચારો પણ છે...