હાનિકારક:નખત્રાણા પંથકમાં મહિલાઓને ભોળવી ભેળસેળીયુ ઘી વેચવા ફેરીયા નીકળ્યા

નાના અંગીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવાર ટાણે મીઠાઇ બનાવવા માટે ઘીની વધારે જરૂરત હોય છે ત્યારે .....
  • સફેદ કલરના ઝબલામાં બ્રાન્ડ-તારીખ-સમય વગર વેચાતો ઘી હાનિકારક

દિવાળીના તહેવારો ટાણે નખત્રાણા પંથકના અલગ અલગ ગામડાઅોમાં અજાણ્યા ફેરિયાઓ દ્વારા પ્લાસ્ટીકના સાદા ઝબલામાં કંપનીના નામ, તારી અને કિંમતનો ઉલ્લેખ કર્યા વિના દેશી ઘીનું વેંચાણ કરાઇ રહ્યું છે. દુકાન પર બ્રાન્ડના ઘીનો ભાવ 500થી 650 છે તો ઘરઘરાઉ વેચાતા ઘીનો ભાવ 750માં વેચાય છે ત્યારે અા ફેરીયાઅો દ્વારા 400 રૂપિયામાં વેચાતા દેશી ઘીની શુદ્ધતા અને અારોગ્ય માટે કેટલુ ફાયદાકારક હશે તેવો પ્રશ્ન ખડો થયો છે.

તહેવારો ટાણે ઘરે મિષ્ટાન બનાવવા માટે દેશી ઘીની જરૂરીયાત ઉભી થતી હોવાથી મહિલાઅો સસ્તા ભાવની લ્હાયમાં અાવા ઘીની ખરીદી કરતી હોય છે પણ ઘીની શુદ્ધતા જાણ્યા વિના ખરીદવામાં આવતું આ ઘી આરોગ્ય માટે હાનીકારક સાબિત થઈ શકે છે. જાણકારોના મતે ખાવાપીવાની વસ્તુઓમાં સૌથી વધુ ભેળસેળ ઘીમાંઢ થાય છે, તેને બનાવવામાં કેમિકલ અને અન્ય વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે. અસલી દેશી લાગે તે માટે નકલી ઘીમાં થોડું અસલી મિક્સ કરીને વેચવામાં આવે છે.

જેથી તેની સુગંધથી ઓળખી ન શકાય જોકે આવા ઘીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે. પ્લાસ્ટિકના સાદા ઝબલામાં કોઈ પણ કંપનીનું નામ, તારીખ અને કિંમતના ઉલ્લેખ વિના સસ્તા ભાવે વેચાતા દેશી ઘી, નાણાં ની બચત કરશે પણ આરોગ્ય ને ગંભીર હાનીકારક નીવડશે.

અસલી ઘીને ઓળખવાના કેટલાક ઘરગથ્થુ નુસખા
જાણકારોઅે અસલી ઘીને અોળખવા માટે કેટલાક ઘરગથ્થુ નુસ્ખા જણાવતા કહ્યું હતું કે, અસલી અને નકલી ઘીની ઓળખ પાણીથી પણ થઇ શકે છે. અેક ચમચી ઘીમાં પાણી મિકસ કરો જો ઘી અસલી હશે તો પાણીની ઉપર તરશે અને નકલી હશે તો નીચે બેસી જશે. ઘીને ઉકાળીને તેની શુદ્ધતાના ખબર લગાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...