તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નખત્રાણા તાલુકાના લાખીયાવીરા ગામે 20 વર્ષીય યુવતી પાસે મોબાઇલ મેળવવાના નામે ઘરના આંગણામાં પ્રવેશીને પાડોશી યુવકે આબરૂ લેવાનો પ્રયાસ કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે બનાવ મંગળવારે સવારે દસ વાગ્યાના અરસામાં ફરિયાદી યુવતીના ઘરના આંગણામાં આવેલા બાથરૂમમાં બન્યો હતો. ફરિયાદી યુવતીને ઘરમાં એકલી જોઇને પાડોશમાં રહેતા આરોપી માધવ દિનેશ ચૌહાણ નામના યુવકે યુવતી પાસે પ્રથમ મોટા બાપુના ફોન નંબર આપવાનું કહ્યું હતું.
યુવતીએ તેના પાસે ન હોવાનું જણાવતાં આરોપી યુવકે યુવતી ઘરમાં એકલી હોવાનું જાણી પોતાના ઘરે ચાલવાનું કહેતા યુવતીએ ઇન્કાર કર્યો હતો. જેથી આરોપી યુવકે યુવતીનો હાથ પકડીને આરોપીએ પોતાના ઘરના બાથરૂમમાં ફરિયાદી યુવતીને લઇ ગયો હતો અને મોઢું દબાવીને શારિરીક છેડછાડ કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો.
ફરિયાદીએ રાડા રાડ કરી મુકી હતી દરમિયાન અચાનક ફરિયાદીની નાની બહેન આવી જતાં આરોપી નાસી ગયો હતો. ભોગબનાર યુવતીએ આરોપી વિરૂધ નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.