લોકોમાં રોષ:ધીણોધર તળેટી-ખીરસરા (નેત્રા)માં 2 ઢેલના મોત થયા

નખત્રાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર બનતા બનાવથી લોકોમાં રોષ
  • પવનચક્કીએ ભોગ લેતાં ફેલાયો કચવાટ

પશ્ચિમ કચ્છમાં પવનચક્કીના વાંકે વન્ય પક્ષીઓ મરવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. નખત્રાણા તાલુકામાં ધિણોધર તળેટીમા એક ઢેલના મોત બાદ રવિવારની રાતે ખીરસરા નેત્રા ગામના સીમાડામા પવનચક્કીના વીજ વાયરે વધુ એક ઢેલનો ભોગ લીધો હતો.

ગત રાત્રે અદાણી સૂઝલોનના વીજ વાયર મા અથડાવાથી ઢેલનું મોત થયું હતું. રવાપર વન વિભાગ દ્વારા પંચનામું કરીને પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું તેમ આશિષ રબારીએ જણાવ્યું હતું. વન તંત્ર માત્ર પંચનામા કરી સંતોષ માને છે પણ જવાબદાર કંપનીઓ સામે કેમ દંડકીય કાર્યવાહી કરાતી નથી.

કોઈ સામાન્ય વ્યક્તિના વાંકે રાષ્ટ્રીય પક્ષીનું મોત થાય તો ભારે કલમો તળે ગુના દાખલ થાય અને આ પવનચક્કીઓ સામે કેમ હથિયાર હેઠા થઇ જાય તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પશ્ચિમ કચ્છમાં પવનચક્કીએ રાષ્ટ્રીય પક્ષી એવા અનેક મોરનો ભોગ લીધો હોવાના આક્ષેપો વારંંવાર ઉઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...