તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠરાવ:રવાપર નવાવાસ અને લિફરીની ગ્રામ પંચાયત અલગ કરાશે: નખત્રાણા તા.પં.ની સામાન્ય સભામાં ઠરાવ

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવન ચક્કી અને ખાનગી વીજ કંપનીઓ ગ્રામ પંચાયતોને કનડગત ન કરે તેવું પણ ઠરાવાયું

નખત્રાણા ખાતે યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં રવાપર નવાવાસ અને લિફરીની ગ્રામ પંચાયત અલગ કરવા ઠરાવાયું હતું. આ ઉપરાંત કારોબારી સમિતિના સભ્યો અને વિપક્ષના નેતાની વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત સભામાં પ્રથમ કારોબારી સમિતિની રચના કરાઈ હતી. રવાપર નવાવાસ તેમજ લીફરી ગ્રામ પંચાયત અલગ કરવા, બાંધકામ ચકાસણી ફી ૨૫ રૂપિયા પ્રતિ મીટર કરવા, ગૌચર જમીનની જાળવણી માટે સ્થાનિક પંચાયતને સહયોગ અને માર્ગદર્શન આપવા, પવન ચક્કી અને ખાનગી વીજ કંપની દ્વારા ગ્રામ પંચાયતને કનડગત કરવામાં ન આવે અને પ્રથમ પંચાયતને સાંભળવામાં આવે તે સહિતના ઠરાવો કરાયા હતા.

નવ નિયુક્ત વિપક્ષી નેતા કેતન પાંચાણીએ કારોબારી ચેરમેનની ચેમ્બર હોય તો વિપક્ષી નેતાની શા માટે નહિ ? તેવો વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત બાંધકામમાં તાંત્રિક ચકાસણીની ફીમાં કરાયેલો વધારો પાછો ખેંચવા, જુદા જુદા ગામોમાં ગૌચર જમીનમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ અને વિજ તાર સ્થાનિક પંચાયતની મંજૂરી વિના નાખવામાં આવે છે. આવા મંજૂરી વિના ચાલતા કામોને અટકાવવા વિપક્ષ દ્વારા કરાઈ હતી.

આગામી કારોબારીઓને સામાજિક ન્યાય સમિતિની બેઠક 6 જુલાઈના બોલાવવામાં નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં 20 માંથી 17 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી સમિતિમાં મહેન્દ્રસિંહ સોઢા, ગોરધનભાઈ રૂડાણી, ઉત્પલ સિંહ જાડેજા, હોતખાનમુતવા, દક્ષા બારૂ, ભાવનાબેન પટેલ, સ્વાતિબેન ગોસ્વામી જ્યારે સામાજિક ન્યાય સમિતિના લીલાબેન મહેશ્વરી, મંજુલાબેન લતા, મિલન મકવાણા, નવીનભાઈ કુંવાટ, હરિલાલ ચારણનો સમાવેશ કરાયો હતો.

જિલ્લા ભાજપના મંત્રી અને નખત્રાણા તાલુકાના પ્રભારી વાલજી ટાપરિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંધ્યાબેન રાજેશ પલણ, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, હરિસિંહ રાઠોડ, મીરાબેન ગઢવી, રામીબેન રબારી ,સંગીતાબેન રૂડાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આરંભે તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોશી દ્વારા સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...