ભુજ:ઘડાણીમાં ફરિયાદ પાછી ખેંચવા ધાકધમકી કરાઇ

નખત્રાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ઘડાણી ગામમાં જમીન ખાલી કરવા તથા જમીન ખેડવા માટે હેરાનગતી કરી અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ધમકી અપાતા રેન્જ આઇજી સહિતના અધિકારીઓને ખેડુતે રાવ આપી હતી. ઘડાણી ગામના જાગરીયા દાનાભાએ કરેલી ફરીયાદમાં જણાવાયું હતું કે, ગામના સરપંચ સીજુ ડાયાબાઇ મેઘજી સાથે ગામના ચારથી પાચ લોકો સાંઠગાંઠ કરી જમીન ખાલી કરવા ધાકધમકી કરાઇ હતી, અગાઉ આ પાંચેય વિરૂદ્ધ જે ગુનો દાખલ કરાવાયો હતો તે પરત ખેંચી લે નહિંતર ગામ મુકવાનો વારો આવશે તેવી ચિમકી આપતા કલેકટર, એસપી સહિતનાને ફરીયાદ રૂપે અરજી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...