નખત્રાણામાં સત્યનારાયણ પાટીદાર સમાજ આયોજિત નાઈટ પ્રીમિયર લીગની નાઇટ ક્રિકેટ સ્પર્ધા 17 દિવસ રોમાંચક રહી હતી. જેની ફાઇનલ મેચમાં મા વસુંધરા વોરિયર્સ (ગઢશીશા) ટીમ વિજેતા જ્યારે પ્રગતિ પેન્થર્સ (માનકુવા) ઉપવિજેતા બની હતી.
આ સ્પર્ધામાં ફાઈનલ મેન ઓફ ધી મેચ દિવેન માકાણી, ફાઈનલ સેકન્ડ મેન ઓફ ધી મેચ કૌશિક લીંબાણી અને ફાઈનલ સુપર સ્ટ્રાઈકર રિતેશ રૂડાની હાઈએસ્ટ ફોર ઓફ ધી ટુર્નામેન્ટ કરણ પાચાણી (18 ફોર), હાઈએસ્ટ સિક્સ ઓફ ધી ટુર્નામેન્ટ અરુણ ભાવાણી( 25 સિક્સ), હાઈએસ્ટ વિકેટ ઇન ઇનિંગ જીંકલ વેલાણી (6 વિકેટ), હાઈએસ્ટ રન ઇન ઇનિંગ અરુણ ભાવાણી (103 રન), ફાસ્ટેડ ફિફ્ટી ઓફ ધી ટુર્નામેન્ટ અરુણ ભાવાણી (15 બોલ 50 રન), બેસ્ટ ફિલ્ડર ઓફ ધી ટુર્નામેન્ટ રાજેશ ચૌહાણ, બેસ્ટ વિકેટકીપર ઓફ ધી ટુર્નામેન્ટ રમેશ રામાણી, બેસ્ટ બોલર ઓફ ધી ટુર્નામેન્ટ જીંકલ વેલાણી (14 વિકેટ), બેસ્ટ બેટ્સમેન ઓફ ધી ટુર્નામેન્ટ મિત પારસિયા (187 રન), મેન ઓફ ધી સિરીઝ અરુણ ભાવાણી (207 રન તથા 10 વિકેટ) રહ્યા હતા.
ફાઇનલ મેચમાં ભૌમિકભાઈ વચ્છરાજાની, ચંદનસિંહ રાઠોડ, ડો.શક્તિસિંહ વાઘેલા, ડો.બિપિન પટેલ, ભરતભાઈ સોમજીયાણી, ચેતન ઠક્કર, જયેશ ગુંસાઈ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય દાતા તરીકે જીગ્નેશ પાંચાણી, જગદીશભાઈ ભગત (પાર્થ પોલિમર્સ), રાજેશભાઈ આહીર, કલ્પેશ ભગત, અરવિંદભાઈ રૂડાણી, જગદીશભાઈ વાડીયા, ભાવેશ ચોપડા, મનમીત કેશરાણી વિપુલભાઈ પલણ, અક્ષય ચોપડા, બળવંતભાઈ પાંચાણી વગેરે રહ્યા હતા. આયોજન સમિતિના ધવલ પાંચાણી, કલ્પેશ જબુવાણી, કુંદન ધનાણી (સ્પોર્ટ્સ કન્વીનર), મહેશભાઈ મુખી, શીવદાસભાઈ કેશરાણી વગેરેએ વ્યવસ્થા સાંભળી હતી. ટુર્નામેન્ટના તમામ દાતાઓ, આયોજન સમિતિ, સ્પર્ધાને સફળ બનાવા સમાજની 8 વિવિધ સમિતિ, સમાજના હોદેદારો, આયોજનમાં આવેલા ગામના તમામ સમાજના આગેવાનોએ સાથ-સહકાર આપ્યો હતો. તેવા સૌનો આભાર નખત્રાણા જૂથ ગ્રામપંચાયતના ઉપસરપંચ અને એસ.પી.એલ.-2022ના પ્રોજેક્ટ ચેરમેન નૈતિક પાંચાણીએ માન્યો હતો. સંચાલન મહામંત્રી શાંતિલાલ ધનાણીએ કર્યું, કોમેન્ટ્રીમાં નિતીન ટેલર, આશિષ પાંચાણી, કિશન ભગતે સેવા આપી હતી. દિવ્ય ભાસ્કર મીડિયા પાર્ટનર તરીકે જોડાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.