તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કોરોનાકાળમાં નખત્રાણામાં ફળોના ભાવોમાં થયો તોતીંગ ભાવ વધારો

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોસંબી 140 જ્યારે સફરજન 250 રૂા. કિલોના ભાવે મળતા થયા
  • વધારેભાવ વસુલાતા લોકો પરેશાન, અંજાર જેવુ આયોજન કરાય તે જરૂરી

હાલ વૈશ્વિક મહામારી કોરોનાઅે દેશની સાથે કચ્છમાં તબાહી મચાવી છે. તેવામાં નખત્રાણામાં બેફામ ફળોના ભાવો વસુલવામાં અાવી રહ્યા છે. બિમારીમાં લોકો ફળોનો ઉપયોગ કરતા હોવાથી મજબુરીમાં ઊંચી કિંમત અાપીને પણ લોકોને ફળો ખરીદવા પડી રહ્યાં છે. અંજારમાં મામલતદારે જેવી રીતે વ્યવસ્થા કરી તેવી નખત્રાણામાં પણ કરવી જોઇએ. નખત્રાણામાં ફળોના ભાવોમાં કોઇ નિયંત્રણ નથી. હાલ તો ભાવો અાસમાને અાંબી રહ્યાં છે. જેના પગલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ફળો ખરીદી શકે તેમ નથી. પરંતુ હાલ બિમારીના કારણે દર્દીઅો માટે નાછૂટકે ઊંચી કિમંત અાપીને પણ ફળો ખરીદવા પડી રહ્યાં છે. પરંતુ નખત્રાણામાં અાવી રીતે બેફામ ભાવો વસુલ કરાઇ રહ્યા હોવા છતાં કિંમત પર અંકુશ કરવા કોઇ સરકારી તંત્ર અાળસ ખંખેરતું નથી.

તાજેતરમાં અંજાર ખાતે મામલતદારે ફળોના ભાવો અંકુશમાં લેવા હોલસેલ વેપારીઅો સાથે બેઠક કરી ભાવો નક્કી કરાયા હતાં. હાલ નખત્રાણામાં મોસંબી 140 રૂપિયા કિલો અને સફરજન 250 થી 300 રૂપિયા કિલો છે. જ્યારે નાળિયેર તો 50 રૂપિયાના નંગના ભાવે મળી રહ્યા છે. તો ક્યાંક તેનાથી પણ વધારે ભાવ છે. જેના પગલે અાર્થિક રીતે નબળા લોકોતો હાલ ફળોના ભાવો સાંભળીને જ તોબા પોકારી જાય છે. ત્યારે નખત્રાણામાં પણ મામલતદાર ફળોના ભાવ નિયમન કરવા કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...