જાહેરાત:3 જૂનથી અમદાવાદ-બેલગામ વચ્ચેની વિમાની સેવાને ભુજ સુધી લંબાવાઇ

નખત્રાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહમાં પાંચ દિવસ ભુજ-અમદાવાદ ફલાઇટ શરૂ કરાશે

સ્ટાર અેર દ્વારા ત્રીજી જુનથી ભુજથી અમદાવાદ અને કર્ણાટક-બેલગામ વચ્ચે સપ્તાહમાં પાંચ દિવસની વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં અાવી છે. અમદાવાદથી કર્ણાટક સેકટર પર ચાલતી ફલાઇટને ભુજ સુધી લંબાવતા કચ્છના પ્રવાસીઅોને રાહત થશે. કચ્છના પ્રવાસીઅોને અમદાવાદ સુધીની વિમાની સેવા ઉપલબ્ધ થવા સાથે કોલ્હાપુર, હુબલી, ગોવા તરફ જવા માગતા પ્રવાસીઅોની સુવિધામાં પણ વધારો થશે..

સંજય ઘોડાવત ગ્રુપની સ્ટાર અેર દ્વારા કચ્છ-ભુજને જોડતી વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં અાવી છે. અમદાવાદથી દર સોમવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારના ભુજ માટે ફલાઇટ 11 કલાકે ઉપડી 12 વાગ્યે ભુજ પહોંચશે, તો ભુજથી ફલાઇટ 12.30 વાગ્યે અમદાવાદ માટે રવાના થઇ 1.30 વાગ્યે અમદાવાદ પહોંચશે. જયારે બુધવારના અા ફલાઇટ અમદાવાદથી 16.10 કલાકે ઉપડી 17.10 કલાકે ભુજ પહોંચશે અને ફરતે ભુજથી 17.35 કલાકે ઉપડી 18.35 કલાકે અમદાવાદ પહોંચશે.

બીજી તરફ કર્ણાકટ-બેલગામથી દર સોમવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર સવારના 9.10 કલાકે અમદાવાદ અાવતી ફલાઇટને ભુજ સુધી લંબાવવામાં અાવી છે. તો બુધવારે બેલગામથી 14.15 કલાકે ઉપડતી ફલાઇટને ભુજ સુધી લંબાવી છે. અામ, સ્ટાર અેર દ્વારા બેલગામ-અમદાવાદ સેકટર પર ચાલતી ફલાઇટને ભુજ સુધી લંબાવવામાં અાવી છે.

કચ્છના પ્રવાસીઅોને અમદાવાદ સુધીની વિમાની સેવા ઉપલબ્ધ થવા સાથે કોલ્હાપુર, હુબલી, ગોવા તરફ જવા માગતા પ્રવાસીઅોની સુવિધામાં પણ વધારો થશે તેવું વિમાની સેવા સાથે સંકળાયેલા સુત્રોઅે જણાવ્યું હતું. બેલગામ સુધી સીધી વિમાની સેવા શરૂ થતા કચ્છના કડવા પાટીદારોને મોટી રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...