તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:નખત્રાણાના રસલિયા અને બાંડિયારા સીમમાં આગથી 10થી 12 એકરમાં સૂકું ઘાસ ભસ્મીભૂત

નખત્રાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજે 15 એકર જેટલા વિસ્તારમાં સૂકા ઘાસનો જથ્થો સળગી ગયો
  • પવનચક્કીના ટ્રાન્સફોર્મર તેમજ તારમાં તણખાથી ઘાસમાં આગ ભભૂકી ઉઠી

નખત્રાણા તાલુકાના બે ગામના સીમાડામાં પવનચક્કીના કારણે આગ લાગતાં હવે મોર જેવા રાષ્ટ્રીય પક્ષીઓના ભોગ લેવાયા બાદ વગડો પણ ભૂતકાળ બની જશે તેવો રોષ ગ્રામજનોમાં ફેલાયો છે. તાલુકાના રસલિયા અને બાંડિયારાની સીમમાં અગન જ્વાળાએ 10થી 12 એકરમાં સૂકા ઘાસ સાથે લીલી ઝાડીને પણ લપેટમાં લીધી હતી.

રસલિયા-નેત્રા વિસ્તારના જામરી માતાજીના મંદિરની પાછળના સીમાડામાં સાંજે 4 વાગ્યાના અરસામાં સુઝલોન કંપનીના ટ્રાન્સફોર્મરમાં તણખા થતાં આગ લાગી હોવાનું ગામના અગ્રણી જુવાનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. અંદાજે 8 એકર જેટલા વિસ્તારમાં સૂકા ઘાસનો જથ્થો સળગી ગયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. આવા બનાવોમાં વળતર નહીં અપાય તો લોકોને સાથે રાખીને પવનચક્કી બંધ કરાવવી પડશે તેવો રોષ તેમણે ઠાલવ્યો હતો.

અન્ય એક બનાવમાં બાંડિયારા ગામની પૂર્વ દિશાએ આવેલા સીમાડામાં પણ આ જ કંપનીના વીજ તારમાંથી તણખા ઝરતાં આગ ફાટી નીકળી હોવાનું કહેતાં મામદ સંઘારે ત્રણથી ચાર એકરમાં ઘાસનો જથ્થો બળીને રાખ થઇ ગયો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. માલધારીઓ અને ખેડૂતોએ મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. અવાર નવાર બનાતા આગના બનાવોથી કોઇનો જીવ જાય તે પહેલાં સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માગ ગ્રામજનોમાં ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...