તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:નખત્રાણા તા.પં.ની કારોબારી, ન્યાય સમિતિના ચેરમેન વરાયા

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણામાં મળેલી બેઠકમાં તાલુકા પંચાયતની કારોબારી, ન્યાય સમિતિના ચેરમેન, સદસ્યોની વરણી કરાઇ હતી.

નખત્રાણા તાલુકા પંચાયત સભાખંડ ખાતે તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, ન્યાય સમિતિ ચેરમેનની વરણી તેમજ સમિતિના સભ્યોની નિમણૂક માટેની બેઠક તાલુકા વિકાસ અધિકારી વિનોદ જોશીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં કારોબારી ચેરમેનપદે મહેન્દ્રસિંહ સોઢા અને ન્યાય સમિતિના ચેરમેનપદે લીલાબેન મહેશ્વરીની નિમણૂક કરવામાં અાવી હતી. અા ઉપરાંત કારોબારી સદસ્ય તેમજ ન્યાય સમિતિના સભ્યોની નિમણૂક કરાઈ હતી, જેમાં ન્યાય સમિતિના સદસ્ય તરીકે મંજુલાબેન, કો. સભ્ય મિલન મકવાણા, કારોબારી સદસ્ય ગોરધન રૂડાણી, ઉત્પલસિંહ જાડેજા, હોતખાન મુતવા, ભાવનાબેન પટેલ, દક્ષાબેન મારુ અને સ્વાતિબેન ગોસ્વામી વરાયા હતા. બંને ચેરમેનોની ઔપચારિક વરણી પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, પ્રભારી પ્રફૂલસિંહ જાડેજા, પચાણ સંજોટ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંધ્યાબેન રાજેશ પલણ, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ પટેલ, દિનેશ નાથાણી, કાનજી કાપડી, હરિસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...