સમારકામ:આખરે નખત્રાણામાં 8 લાખના ખર્ચે રસ્તા અને સીસીરોડના કામો થશે

નખત્રાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતે વરસાદમાં તૂટી ગયેલા માર્ગોનું સમારકામ હાથ ધર્યું

નખત્રાણામાં વરસાદમાં તૂટી ગયેલા માર્ગો, સીસીરોડનું ગ્રામપંચાયત દ્વારા 8 લાખના ખર્ચે સમારકામ કરવામાં અાવશે. ગામમાં ચોમાસા દરમ્યાન જાહેર રસ્તાનું મોટાપાયે ધોવાણ થઇ ગયું હતું અને નગરજનોને ભારે હાલાકી સહન કરવી પડતી હતી. લાંબા સમયની સમસ્યાથી ગામલોકોને છૂટકારો મળે તે માટે ગ્રામપંચાયત દ્વારા રસ્તાના કામો ચાલુ કરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ગામના નવાવાસ, નવાનગર, રબારીવાસ, વિક્રમા માર્કેટ, જૂનાવાસ સહિતના વિસ્તારોમાં રસ્તા બનાવવાનું કામ પંચાયતે હાથ ધર્યુ છે.

વરસાદ બાદ નખત્રાણામાં વિવિધ વિસ્તારના માર્ગો અને સીસીરોડ તૂટી જવાની ફરિયાદો જે-તે વખતે ઉઠી હતી. ખખડધજ માર્ગોના પગલે વાહન ચાલકો, રાહદારીઅોને ભારે મુશ્કેલી પડી રહી હતી. આ સમસ્યાના નિવેડા માટે પચાયતે વિવિધ વિસ્તારોમાં માર્ગો અને સીસીરોડના કામનો પ્રારંભ કરતાં લોકોઅે રાહતનો દમ લીધો છે. માર્ગના કામના પ્રારંભ વખતે સરપંચ લીલાબેન પાંચાણી, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, તલાટી રમેશ માળી, નૈતિક પાંચાણી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...