ગંદકી:તહેવારોમાં પણ નખત્રાણામાં સફાઇ ન થતાં લોકો પરેશાન

નખત્રાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અેક બાજુ સરકાર સ્વચ્છ ભારતની થીમ પર સફાઇ અભિયાનના નાટક કરે છે. તેની બીજીબાજુ અેકઠો કરેલો કચરો પણ સમયસર ઉપાડવામાં અાવતો નથી. નખત્રાણામાં સામાન્ય દિવસોમાં તો યોગ્ય સફાઇ નથી નથી. પરંતુ તહેવારોના સમયમાં પણ સફાઇની કામગીરી બરાબર ન થતા લોકોમાં રોષ ફેલાયો છે.

નખત્રાણાના બસ સ્ટેન્ડ પાસે નાસ્તાની લારીઓ પાછળ કચરાના ગંજ ખડકાડા છે. અને સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડી ગયો છે. અહીં અઠવાડિયા સુધી કોઈ કચરો ઉપાડવા કે સફાઈ કરવા આવતું નથી. આખો માર્ગ કચરાથી ખદબદી રહ્યો છે. આખલા, રખડતા ઢોર આ કચરો વિખી રહયા છે. આવા કચરાથી ગંદકી ફેલાય છે. વળી અાવી ગંદકી નાસ્તાની લારીઅો પાસે છે. જેના પગલે લોકોના અારોગ્ય સામે પણ ખતરો છે. ગામમા સફાઇ અભિયાનની વાતો કરનારા સત્તાધીશો ગાયબ છે.

અન્ય સમાચારો પણ છે...