હાલાકી:એક દાયકા બાદ પણ હરીપુરાના માર્ગનું સમારકામ ન કરાતા હાલાકી

નિરોણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક વખત રજૂઅાતો કરાયા છતાં તંત્ર દ્વારા અાંખ અાડા કરાતા કાન

નખત્રાણા તાલુકાની નિરોણા ગ્રામપંચાયત હેઠળના હરીપુરા ગામનો માર્ગ 2011માં વરસાદમાં સંપૂર્ણપણે ધોવાયા બાદ તેનું સમારકામ ન કરાતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.10 વર્ષ પહેલા અા માર્ગ ધોવાઇ જતાં ગ્રામજનોઅે સ્વયંભુ સમારકામ કરતાં યાતાયાત શરૂ થયો હતો. રસ્તાની મરંમત માટે ગ્રામજનોઅે અનેક વખત સંબંધિત તંત્ર સમક્ષ લેખિત રજૂઅાતો કરી હોવા છતાં અાજદિન સુધી કોઇ નીવેડો અાવ્યો નથી. અા ધુળિયા માર્ગે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે અા રોડ વાહન ચાલકો માટે માથાનો દુ:ખાવો બન્યો છે.

ગ્રામજનોઅે સમારકામ કર્યું છે પરંતુ 10 વર્ષમાં તંત્ર દ્વારા અેકપણ વખત ઝાડી કટિંગ કરાઇ નથી કે, ખાડા પૂરાયા નથી. નિરોણા-નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગથી દોઢ કિલોમીટરનું અંતર ધરાવતા અા માર્ગનું સત્વરે સમારકામ થાય તેવી માંગ ગ્રામજનો દ્વારા ઉઠી છે.

અા અંગે નખત્રાણા નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, અંદાજપત્ર સહિતની કામગીરી કરી કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયતને મોકલી અાપ્યું છે અને તેમના દ્વારા મંજૂરી માટે ગાંધીનગર દરખાસ્ત મોકલાઇ છે. જાણકાર સૂત્રોના કહેવા મુજબ અગાઉ નાના રોડ માટેની મંજૂરી જિલ્લા સ્તેરથી અપાતી હતી પરંતુ હવેથી તમામ સત્તા ગાંધીનગર કક્ષાઅે હોઇ ચૂંટણી ટાંકણે જ દેખાતા પ્રજાકીય પ્રતિનિધિઅો પણ રસ દાખવતા ન હોઇ નીવેડો અાવતો નથી.

અન્ય સમાચારો પણ છે...