તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘવર્ષા:કચ્છમાં વીજળીથી ખાનાખરાબી

નખત્રાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીયાપરમાં હનુમાનજી મંદિરના શિખરને નુકસાન - Divya Bhaskar
જીયાપરમાં હનુમાનજી મંદિરના શિખરને નુકસાન

કચ્છમાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદથી ખેતીને તો નુકસાન થઇ જ રહ્યું છે. પણ વીજળી પડવાના કારણે મુંગાપશુઓ પણ મોતને ભેટી રહ્યાં છે. જેના પગલે માલધારીઓની હાલત કફોડી બની છે. તો અનેક જગ્યાએ મકાનો અને મંદિરો પર પણ વીજળી ત્રાટકી હતી.

સુમરાસર (જત)માં માલધારીનો બચાવ : 4 બકરીના મોત (19)
ભુજ તાલુકા સુમરાસર (જત ) ગ્રામ પંચાયત હેઠળ આવતા ટાંકરાસર ગામે સોમવારે એક વ્યક્તિ અને 4 બકરી પર વીજળી પડી હતી. સદનસીબે માલધારીનો બચાવ થયો હતો અને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે 4 બકરઓના મોત થયા હતાં. ગામના સરપંચ અમિનાબાઇ રમજૂ જતે જણાવ્યું હતું ગામના ઉમર ઇબ્રાહિમ જત પોતાની બકરીઓ સીમ વિસ્તારમાં ચરિયાણ માટે લઈ ગયા હતા, ત્યારે મોડી સાંજે તેમની 40 બકરીના ધણ પર વીજળી પડતા ચારના સ્થળ પર મોત થયા હતાં. ગરીબ પરિવારની આજીવિકા સમાન આ બકરીઓ પર વીજળી પડતા અંદાજિત 30 હજાર રૂપિયા જેટલો નુકશાન થથો હતો.

મુરૂમાં ઊંટનું મોત : શ્રમજીવીની આજીવિકા છિનવાઇ
નખત્રાણા તાલુકાના મુરૂ ગામે વીજળી ત્રીજીવાર ત્રાકવાનો બનાવ બન્યો હતો. અહીં લખુભાઇ તેજાભાઇ મહેશ્વરીના ‌ઊંટ વીજળી પડી હતી. જેમાં આ ઊંટનું મોત થયું હતું. લખુભાઇ માટે આ ઊંટ જ પોતાની રોજીરોટી રળી રહ્યાં હતાં. પરંતુ વીજળીમાં ઊંટનું મોત થતાં ગરીબ શ્રમજીવીની આજીવિકા છિનવાઈ ગઈ હતી.

જીયાપરમાં હનુમાનજી મંદિરના શિખરને નુકસાન
નખત્રાણા તાલુકાના જીયાપર ખાતે વીજળી હનુમાનજી મંદિરના શિખર પર ત્રાટકી હતી. જેના પગલે શિખરને નુકશાન થવા પામ્યું હતું. તેમજ મંદિરના અંદરના વીજ ઉપકરણોને પણ નુકશાન થયું હતું. તો મંદિરની છતના પોપડા પણ ખરી પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...