તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:નખત્રાણામાં પાણીના વહેણ પર દબાણ કરનારાને તંત્ર છાવરે છે ? : કોઇ પગલાં કે નોટિસ અપાઇ નથી

નખત્રાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગત વર્ષે વરસાદ સમયેની સ્થિતિ - Divya Bhaskar
ગત વર્ષે વરસાદ સમયેની સ્થિતિ
  • સત્વરે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવા ઉઠતી માંગ
  • ગત સિઝનમાં મુખ્ય બજાર, બસ સ્ટેશન પાસે વરસાદી પાણી ભરાતા વેપારીઓની બૂરી વલે

નખત્રાણામાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરી હાથ નહીં ધરાય તો ગત સિઝનની જેમ મુખ્ય બજારની દુકાનોમાં વરસાદી પાણી ઘુસશે અને વેપારીઅોની બૂરી વલે થશે.ટેમ્પો સ્ટેશનનો નાલો કાયમી બે કાંઠે આવે છે અને કલાકો સુધી વાહનો અટવાય છે, જેનું મુખ્ય કારણ બજારનો વોકળો છે, તેમ છતાં પણ ઉપાયરૂપ પ્રયાસો સુધા ંથતા નથી. ઉપલા વોકળામાં અડચણરૂપ કાટમાળ પડ્યો છે તો ક્યાંક લોકોએ દબાણો કરી પાણીના વહેણ બંધ કરી નાખ્યા છે, જેના કારણે વરસાદી પાણી અવરોધાય છે અને બજારમાં ફંટાય છે.

ચાલુ વર્ષે અહીં સફાઇ નહીં
ચાલુ વર્ષે અહીં સફાઇ નહીં

જે આ વર્ષે પણ એ જ સ્થિતિ થશે કારણ કે તંત્ર કોઇ દિવસ આવા દબાણકારો સામે નથી પગલાં લેતું કે, નથી નોટિસ આપતું, જેના કારણે પીડા ભોગવે છે ગ્રામજનો. કોઇકની દેખિતી ભૂલ કહો કે, બેદરકારી કહો, જે મોટી અાફત સર્જી શકે છે. ચોમાસા પહેલા જવાબદર તંત્ર પ્રિ-મોન્સુન કામગીરી કરાવે અને વરસાદી વહેણને અડચણરૂપ કાટમાળ ઉપડાવે તો લોકોને અા સમસ્યામાંથી છૂટકારો મળે તેમ છે. વધુમાં પાણીના વહેણ પર જ ે દબાણો આવતા હોય તે પણ દુર કરાવે તો વરસાદી પાણી અવરોધાય નહીં અને પાણી સીધું નીકળી શકે તેમ છે.

વથાણ ચોકમાં સાંકડો પુલિયો, નવાનગરમાં દબાણો અવરોધરૂપ
નખત્રાણાના વથાણનો સાંકડો પુલિયો અને નવાનગરમાં પાણીના વહેણ પરના દબાણો વરસાદી પાણી અવરોધે છે, જેથી નવાનગરમાં નદીઓ વહે છે, જે ભૂલકાઓ માટે આફતરૂપ બનશે. નવાનગર રબારીવાસ પાસેના વોકડા પર અવરોધરૂપ કાટમાળના કારણે ગામમાં વરસાદી પાણી આવે છે. વહેણ પરના દબાણો તંત્ર વહેલી તકે દુર કરાવે તે હિતાવહ છે. જૂનાવાસ સી.એચ.સી. કેમ્પસ, વથાણની દુકાનો, ટાઇગરનગર વગેરે રહેણાંક વિસ્તારોમાં ચોમાસામાં ગૃહિણીઓ વરસાદી પાણી ઉલેચે છે. પાણીના વહેણ પરના દબાણો થયાની હકીકત ચૂંટાયેેલા પ્રતિનિધિઅો જાણતા હોવા છતાં સગાંવાદના કારણે ચું કે, ચા કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...