તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:નખત્રાણામાં યુવા ભાજપની નવી વરણીથી કાર્યકરોમાં વિખવાદ

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ તાલુકા ભાજપનું વોટ્સએપ ગ્રુપ પણ બંધ કરાયું હતું
  • વોટ્સએપ ગ્રુપનું વિસર્જન કરવાની નોબત આવી

ભાજપમાં વિવાદ તો હવે રોજિંદા બની ગયા હોય તેમ દરરોજ નવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે તાજેતરમાં જિલ્લા ભાજપ દ્વારા કચ્છમાં દરેક તાલુકામાં યુવા ભાજપની નવી ટીમની વરણી કરવામાં આવી છે જોકે આ વરણીથી હવે વિખવાદ વધી ગયો છે નખત્રાણામાં આ જ વિખવાદના કારણે ભાજપને વોટ્સએપ ગ્રુપ બંધ કરવાની ફરજ પડી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, નખત્રાણા તાલુકા યુવા ભાજપના હોદેદારોની તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે જેને લઈને સ્થાનિકે યુવા ભાજપમાં જ નારાજગી જોવા મળી હતી જેથી વોટ્સએપ ગ્રુપમાં મેસેજોનો મારો થયો હતો એક તબક્કે નવી વરણીથી નારાજગી પણ વ્યક્ત કરાઈ હતી. ગ્રુપમાં મળતીયાઓને હોદા મળ્યા હોવાની ચર્ચા જામી હતી જેથી આ ચર્ચા આગળ વધે એ પૂર્વે જ વધુ પ્રમુખ અને મહામંત્રીએ ગ્રુપના સભ્યોને રિમુવ કરી ગ્રુપનું વિસર્જન કરી નાખ્યું હતું.ગ્રુપમાં થયેલી ચર્ચાના સ્ક્રિન શોર્ટ પણ વાયરલ થયા હતા.

જોકે આ સમગ્ર બાબતે પૂર્વ યુવા પ્રમુખ ધર્મેશભાઈ કેશરાણીએ જણાવ્યું કે, હાલ નવા પ્રમુખ અને સભ્યોની ટીમ બની છે જેથી નવા હોદ્દેદારોનું નવું ગ્રુપ બને અને એ માટે જ અમારા ગ્રુપનું વિસર્જન કર્યું છે.નવી વરણીથી પક્ષમાં કોઈ નારાજગી નથી અને તમામ કાર્યકરોને સંતોષ હોવાનું કહ્યું હતું. નોંધનીય છે કે,અગાઉ તાલુકા ભાજપના વોટ્સએપ ગ્રુપમાં પણ આ રીતે ડખ્ખો થયો હતો બાદમાં ગ્રુપ બંધ કરવાની નોબત આવી હતી જે બાદ આ બીજો બનાવ બન્યો છે

અન્ય સમાચારો પણ છે...