નખત્રાણાની મુખ્ય બજારમાં નિર્માણ પામેલા ગ્રામપંચાયતના રેકર્ડ રૂમ અને હેલ્પલાઇન સેન્ટરનું લોકાર્પણ કરવામાં અાવ્યું હતું.ગ્રામપંચાયતની નાણાપંચ યોજનાની ગ્રાટમાંથી 3 લાખના ખર્ચે મુખ્ય બજારમાં ગ્રામપચાયતનું રેકર્ડરૂમ તેમજ હેલ્પલાઈન સેન્ટર ઉભું કરાવામાં અાવ્યું છે, જેનું શુક્રવારના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં અાવ્યું હતું.
લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ડો. મેહુલકુમાર બરાસરા, નખત્રાના તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, જિલ્લા પચાયત સદસ્ય કરશનજી જાડેજા, ભાજપ પ્રમુખ દિલીપ નરસિંગાણી, સરપંચ લીલાબેન પાંચાણી, લોહાણા સમાજ પ્રમુખ રાજેશ પલણ, લાલજી રામાણી, હરિસિંહ રાઠોડ, ડાયલાલ સેઘાણી, હેમેન્દ્ર કંસારા, વેપારી અગ્રણી દિનેશ જોષી, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, નૈતિક પાંચાણી, તલાટી રમેશ માલી સહિતનાઅો હાજર રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.