આયોજન:નખત્રાણાના લારી ધારકોને નવી શાક માર્કેટમાં ખસેડવાનો નિર્ણય

નખત્રાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામપંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા

નખત્રાણામાં યોજાયેલી ગ્રામ પંચાયની સામાન્ય સભામાં મુખ્ય બજારમાં વેપાર કરતા લારી ધારકોને નવી શાક માર્કેટમાં ખસેડવા, વેરા વસૂલાત અને ચોમાસા પૂર્વે કરવાની થતી કામગીરીને વેગવંતી બનાવવા સહિતના વિષયો પર સર્વાનુમતે ઠરાવ કરાયા હતા.

સરપંચ લીલાબેન પાંચણીના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં નવાનગર અને બેરુ રોડ ખાતે નવા બોર બનાવવા, સરદાર પટેલ સ્ટેચ્યુ મુખ્ય બજારમાંથી હટાવી અને નવાવાસ પાસે રાખવા, પ્રિ-મોન્સૂન કામગીરી ઝડપી કરવા, મુખ્ય બજારના તમામ રેકડીવાળાને વથાણમા નવી બનેલી શાકમાર્કેટમા ખસેડવા, ટોકન સિસ્ટમ પ્રમાણે વેરા વસુલાત કરવા ઠરાવાયું હતું. ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, ગ્રામ પંચાયતના સદસ્ય ઉર્મિલાબેન પારસિયા, ખીમજી મારવાડા, પરેશ સાધુ, ભરત સુરાણી, સીતાબેન પાચાણી, ભીખાભાઈ રબારી, રેખાબેન દવે, તલાટી રમેશ માળી, ક્લાર્ક જીગ્નેશ ગોસ્વામી સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...