રજૂઆત:નાના ભાડરાના રેવેન્યૂ રેકર્ડમાં રહેલી ક્ષતિઓ વહેલી તકે સુધારો

નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવનચક્કીની મંજૂરી ન આપવા પ્રાંત અધિકારીને રજૂઆત

નાના ભાડરાના રેવેન્યૂ રેકર્ડમાં મોટાપાયે ક્ષતિઅો રહી ગયેલી હોઇ તાત્કાલિક ભૂલો સુધારી, વીજ લાઇન, પવનક્કીની મંજૂરી ન અાપવાની માંગ સાથે નાયબ કલેક્ટરને અાવેદન અપાયું હતું. નાના ભાડરા સીમની જમીનના રેવેન્યૂ રેકર્ડમાં છેડછાડ કરાઇ છે અને અનેક ક્ષતિઅો હોવાના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. વધુમાં ગ્રીન અેનર્જી અને વિકાસના નામે જિલ્લામાં જાણે પવનચક્કીઅોના જંગલો ઉભા કરી દેવાયા છે.

અા વચ્ચે નાના ભાડાના રેવેન્યૂ રેકર્ડમાં ક્ષતિઅો હોઇ જો કોઇ પવનચક્કીને મંજૂરી અપાશે અથવા તો વીજલાઇન પસાર કરાય તો ખેડૂતોને નુકસાન જાય તેમ હોઇ તાત્કાલિક ધોરણે રેવેન્યૂ રેકર્ડમાં રહેલી ક્ષતિઅો દુર કરવા અને જયાં સુધી અા ક્ષતિઅો સુધારવામાં ન અાવે ત્યાં સુધી વીજલાઇન પસાર કરવા કે, પવનચક્કીની મંજૂરી ન અાપવાની માંગ સાથે ગ્રામજનોઅે કચ્છ કલેકટર, નખત્રાણાના નાયબ કલેક્ટર અને મામલતદાર વગેરેને અાવેદન પાઠવ્યું હતું.

અા તકે કરણ આશા રબારી, કાના મંમુ રબારી, લાખા ગંગુ રબારી, પચાણ ભામુ રબારી, ખીમા બુધા રબારી, લાખા મંમુ રબારી, આશા ગાભા રબારી, પરબત લાખા રબારી, હમીર ગાભા રબારી, બુધા સાંગા રબારી સહિતનાઅો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...