તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં નખત્રાણામાં કોંગ્રેસની રેલી

નખત્રાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણામાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ, ડીઝલ સહિત જીવન જરૂરી ચીજવસ્તુઅોમાં ભાવ વધારાના વિરોધમાં રેલી કાઢી, અાવેદન અપાયું હતું. કોંગ્રેસની કારોબારી બેઠક બાદ મોંઘવારી વિરોધી રેલી વથાણ ચોકથી પ્રાંત અધિકારીની કચેરીઅે પહોંચી હતી. અા તકે પેટ્રોલ, ડીઝલ સહિતની વસ્તુઅો સસ્તી કરવા, શિક્ષણમાં 50 ટકા રાહત અાપવા, ખેડૂતોને વળતર, કોરોનામાં સહાય અાપવા સહિતના મુદ્દે પ્રાંત અધિકારી મારફતે રાજ્યપાલને અાવેદનપત્ર પાઠવ્યું હતું.

પ્રારંભે કારોબારી બેઠકમાં ડો.શાંતિલાલ સેંઘાણીઅે સંગઠન પર ભાર મુકી 2022ની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા, રામદેવસિંહ જાડેજાઅે ગ્રાઉન્ડ લેવલે ખાટલા મિટિંગો યોજવા, નવલસિંહ જાડેજાઅે ભાજપ સામે જીત મેળવવા મજબૂતીથી લડત અાપવા સહયોગની ખાત્રી અાપી હતી. અા તકે રાજેશ અાહીર, વંકાભાઇ રબારી, વિશનજી પાંચાણી, નરેશ મહેશ્વરી, નવુભા સોઢા, હિરેન ભગત, વિનોદપુરી ગોસ્વામી, અહેમદ ખલીફા, મુસ્તાક ચાકી, સરોજબેન જોષી, શકીનાબેન, સલીમ ચાકી, રમેશ ગઢવી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...