તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:દેશલપર (ગું)ના દવાખાનામાં કમ્પાઉન્ડર કરે છે ‘દવા’

નખત્રાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય કેન્દ્રમાં તબીબ નિયમિત આવતા ન હોવાનો આક્ષેપ

નખત્રાણા તાલુકાના દેશલપર (ગુંતલી)નું આરોગ્ય કેન્દ્ર મોટા ભાગે બંધ રહે છે. તબીબ પણ નિયમિત આવતા ન હોવાથી સારવારની જવાબદારી કમ્પાઉન્ડર કમ પટ્ટાવાળાના શીરે છે તેવો આક્ષેપ કરતાં ગામના સરપંચે આરોગ્ય વિભાગ તાકીદે યોગ્ય પગલાં ભરે તેવી માગ કરી છે.

લુણા, ભીટારા, હાજીપીર, નરા, ઉઠંગડી, લુડબાય, આમારા સહિતના 17 જેટલા ગામો આ આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર છે પણ મોટા ભાગે તાળા મારેલા હોવાથી ઇમરજન્સી કે પ્રસૂતિના કિસ્સામાં દર્દીની હાલત કફોડી થાય છે. દવાખાનું ખુલ્લું હોય ત્યારે કમ્પાઉન્ડર લોકોની સારવાર કરે છે તેવો આક્ષેપ કરતાં સરપંચ મુસાભાઇ હુસેન જીયેજાએ ઉમેર્યું હતું કે, સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં આરોગ્ય વિભાગને લોકોના સ્વાસ્થ્યની કોઇ દરકાર ન હોય તેમ કાર્યવાહી કરાતી નથી.

આરોગ્ય કેન્દ્ર માટે 10 જણનો સ્ટાફ મંજૂર કરાયો છે જે પૈકી એકમાત્ર કમ્પાઉન્ડર હાજર જોવા મળે છે. અઠવાડિયામાં એક-બે વાર આંટો મારતા આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓને પડી રહેલી હાલાકી જનર અંદાજ કરાતી હોય તેવું સ્પષ્ટ જણાય છે. તાલુકાના નેત્રા ગામે પણ આવી જ સ્થિતિ હોતાં લોકોએ દવાખાનાને તાળાબંધી કરી હતી જેને લઇને દેશલપરમાં પણ ગ્રામજનો ખુદ તાળા મારી દે તો નવાઇ નહીં તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો