તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મોરના મોત અને આગના બનાવો વિશે કંપનીઓને તાકીદ કરાશે

નખત્રાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
નખત્રાણામાં મળેલી સંકલન બેઠકમાં વિવિધ મુદ્દા ચર્ચાયા - Divya Bhaskar
નખત્રાણામાં મળેલી સંકલન બેઠકમાં વિવિધ મુદ્દા ચર્ચાયા

પશ્ચિમ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી પવનચક્કીના કારણે મોરના મોત તેમજ સીમાડામાં આગના બનાવ વધી રહ્યા છે જેના વિશે તાકીદ કરવા કંપનીના જવાબદારોને રૂબરૂ બોલાવાશે તેમ નખત્રાણા ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં જણાવાયું હતું.બેઠકના અધયક્ષ સ્થાનેથી પ્રાંત અધિકારી ડો. મેહૂલકુમારે કહ્યું હતું કે, રાષ્ટ્રીય પક્ષીના મોત અને આગની ઘટનાઓથી તંત્ર ચિંતિત છે.

વર્તમાન કોરોનાને લઇને તેમણે માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવાની વાતે ભાર મૂકતાં જો કોઇ આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા જણાય તો દંડ ફટકારવાની કડાક સુચના આપી હતી. તાલુકાના વેરસલપર ખીરસરા વિસ્તારમાં તીડના ઉપદ્રવને નાથવા સુચારૂ પગલા લેવા, નખત્રાણા-ભુજ વાયા વિથોણ બસ શરૂ કરવા, ધોરી માર્ગ પર વાહનોમા ઓવર લોડનું દુષણ રોકવા સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી. તાલુકા વિકાસ અધિકારી જોશી, મામલતદાર વી. કે. સોલંકી, સીપીઆઇ ભરવાડ, ટીએચઓ ડો. પ્રસાદ, દિલિપ નરસિંગાણી, ડાયાલાલ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો