શ્રીમદ્ ભાગવત કથા:કથા પિતૃઓ માટે ભવબંધન મુક્તિનું માધ્યમ: આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ કરે છે

નખત્રાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણામાં ચાલતી શ્રીમદ્ ભાગવત કથામાં સંતો-મહંતો જોડાયા

નખત્રાણામાં ઝીલ જલારામ રેસિડેન્સી દ્વારા આયોજિત સર્વે પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરાયું છે. વ્યાસાસનેથી શાસ્ત્રી દિલીપભાઈ મૂળશકર જોશીએ પોતાની સંગીયમય શૈલીમાં કથા રસપાન કરાવી હતી. તેમણે કહ્યું કે કથા શ્રવણ કરવાથી આધિ, વ્યાધિ અને ઉપાધીમાંથી મુક્તિ મળે છે. સદ કર્મોનું ભાથું હોય એને કથા પાન પ્રાપ્ત થાય છે કથા જીવનનો થાક ઉતારવાનું અમૃત પાન છે.

શ્રીમદ્ ભાગવતના માધ્યમથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે તેમજ જીવ ભવ બંધનમાંથી પણ મુક્ત થાય છે. તા.26/11 સુધી રોજ સાંજે 3.30થી 6.30 સુધી કથા યોજાય છે તેમજ કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે સંતો-મહંતો મેઘરાજી દાદા, દિલીપદાદા, શાંતિદાસજી મહારાજ, જગજીવન દાસજી બાપુ તેમજ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઝીલ જલારામ મહિલા મંડળ અને યુવા મંડળ વ્યવસ્થા સાંભળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...