તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળાનો ભય:નખત્રાણામાં માંડ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યોને સમસ્યાઓની ભરમાર સર્જાઈ

નખત્રાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજાર તળાવમાં ફેરવાઈ તો ઠેર-ઠેર ખાબોચીયા ભરાતા રોગચાળાનો ભય

પશ્ચિમ કચ્છનું કહેવાતું બારડોલી નામ માત્રનો છે જ્યારે હકીકતે નખત્રાણામાં એક પણ બારડોલી જેવું લક્ષણ દેખાતું નથી. વગર વરસાદે અહીંના લોકો અનેક સમસ્યાનો સામનો કરે છે અને વરસાદ પડે તો તો સમસ્યાની ભરમાર સર્જાય છે. જે વસ્તી ઓછી અને વેશ ઝાઝા જેવો તાલ સર્જે છે.

છેલ્લા બે દિવસથી નખત્રાણામાં સારો વરસાદ પડયો છે અને શનિવાર રાત્રે બે ઇંચ જેટલો વરસાદ વરસતા અહીંની મુખ્ય બજારમાં તારાજી સર્જાઈ હતી. પાણીને અવરોધરૂપ સરદાર વલ્લભભાઈનું પૂતળું હટાવાયું પણ વરસાદે પોલ ખોળી પાડી હતી. માત્ર બે ઈંચ વરસાદથી બજાર જાણે તળાવમાં ફેરવાઈ હતી. મુખ્ય રોડનું કામ થયું ત્યારે રોડ ઊંચો અને બજાર નીચી થતા પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. છેલ્લા બે વર્ષથી બજારના રસ્તાનું કામ ટલ્લે ચડ્યું છે. જે માટે રૂ.12 લાખ મંજૂર થયેલા છે પણ કામ થતું નથી અને ગામ પરિણામ ભોગવે છે. વથાણમાં પણ એ જ સમસ્યા છે, ચાર છાંટા પડે એને ખાબોચિયા ભરાઈ જાય છે પણ પંચાયતના પેટનું પાણી હાલતું નથી. લારી નાસ્તાવાળા ખાબોચિયામાં ખાણીપીણીના ધંધા કરે છે. ત્યાં પાણીજન્ય રોગો માથું ઊચકશે તો જવાબદારી કોની?

બસ સ્ટેશનથી આરામગૃહ સુધીના માંડ એકાદ કિ.મી.નો માર્ગ બનાવવામાં મહિનાઓ નીકળી ગયા પણ એક દિ' ચાલુ દસ દિવસ બંધ રહે છે. જેના કારણે નગરજનો ટ્રાફિક સમસ્યાનો સામનો કરે છે. તેમજ વરસાદ પડતાં હાલત બદતર થઈ છે. પાણીના ખાબોચિયા બીમારીને નોતરશે એમાં બેમત નથી. વથાણમાં પાણીના નિકાલ માટેના પુલીયાને પણ સાફ ન કરાતા જૂનાવાસના લોકોના ઘરોમાં પાણી ભરાયાની ફરિયાદો જોવા મળી રહી છે. તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી પંચાયત ખરેખર કામ કરે છે કે માત્ર મોભો વધારવા હોદ્દા લઈને પ્રતિનિધિઓ બનાવે છે એવો આક્ષેપ પણ નગરજનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...