તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:બેરુમાં વીજ તારના લીધે વધુ એક ઢેલે જીવ ગુમાવ્યો, એક અઠવાડિયામાં નખત્રાણામાં બીજુ મોત

નખત્રાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક

કચ્છમાં વીજ કેબલના લીધે રાષ્ટ્રીય પક્ષી મોરના ટપોટપ મોત થઇ રહ્યાં છે. તેવમાં વધુ એક ઢેલનું મોત થયું છે. નખત્રાણા તાલુકાના બેરું ગામ પાસે આવેલ રામદેવરા ફાર્મ સામે વહેલી સવારના પીજીવીસીએલના વીજ તાર સાથે અથડાતા ઢેલનું મોત થયું હતું.

આ બાબતે બેરું ગામના મંગલભાઈ રબારી દ્વારા વન તંત્રને જાણ કરી હતી. આરએફઓ મોરી સહિતની વનખાતાની ટીમે ઘટના સ્થળ પર પહોંચી હતી. વનખાતાએ મૃત ઢેલનો કબજો લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી અાપ્યું હતું. આ બાબતે વીજ તંત્રને તાર પર રિફલેક્ટર લગાડવા વનખાતા દ્વારા જાણ કરાઈ હતી. નોંધનીય છે કે અેક અઠવાડિયામાં નખત્રાણામાં રાષ્ટ્રીય પક્ષીનું અા બીજુ મોત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો