અપીલ:સવારે 9 પહેલા અને સાંજે 5 પછી પતંગ ન ચગાવવા અપીલ કરાઇ

નખત્રાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગની કચેરીઅે પક્ષીઅો માટે સારવાર કેન્દ્ર ઉભું કરાશે
  • ઉત્તરાયણને ​​​​​​​લઇને નખત્રાણામાં વન તંત્રઅે અાપી સમજ : જાગૃતિ લાવવા પત્રિકાનું વિતરણ

ઉત્તરાયણને લઇને પક્ષીઅોને કોઇ નુકસાની ન થાય તે માટે નખત્રાણામાં વન વિભાગે લોકોને સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા બાદ પતંગ ન ચગાવવા સમજ અાપી હતી. પક્ષીઓ માટે ઘાતક અેવા ચાઇનિઝ દોરા પતંગ ચગાવતી વખતે ઉપયોગમાં ન લેવા, વધુમાં અાવા દોરાનું બજારમાં વેચાણ ન કરવા કે, લોકોને ન ખરીદવા સુચના વન વિભાગે અાપી હતી. વન તંત્રઅે નખત્રાણાની દુકાનોમાં પણ ચકાસણી કરી હતી.

ખાસ કરીને સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પક્ષીઅો અાકાશમાં વિચરણ કરતા હોય છે, જેથી પક્ષીઅોને નુકસાની ન થાય તે માટે અા સમય દરમ્યાન પતંગ ન ચગાવવા લોકોને અપીલ કરી હતી. ઉપરાંત ચાઈનીઝ તેમજ તિક્ષ્ણ કાચથી પાવેલા દોરાનો ઉપયોગ ન કરવા કે, અાવા દોરાનું વેચાણ ન કરવા અનુરોધ કરાયો હતો.

નખત્રાણા વન વિભાગ પશ્ચિમ-પૂર્વ રેન્જ, સામાજિક વનીકરણ વિસ્તરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સ્ટાફ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શક પત્રિકાનું વિતરણ કરાયું હતું. ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીઓની સારવાર માટે પશુ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ વન વિભાગની કચેરીઅે સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું હોવાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...