અકસ્માત:નખત્રાણામાં વાછરડીને બચાવવા જતાં કાર-ટ્રક વચ્ચે થયો અકસ્માત

નખત્રાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રખડતા ઢોરોને પકડવાની કામગીરી ઠપ્પ થતાં અકસ્માતના વધતા બનાવો

નખત્રાણામાં હાઇવે રોડ પર રખડતા ઢોરોને વાંકે રોજ બરોજ અકસ્માતના બનાવો બની રહ્યા છે. એક વાછરડીને બચાવ જતાં ટ્રકની પાછળ એક કાર અથડાઇ ગઇ હતી. જો કે, કોઇને જાન હાની થઇ ન હોવાથી મામલો પોલીસ ચોપડે ચડ્યો ન હતો.

નખત્રાણા કે વી હાઈસ્કૂલ હાઇવે રોડ પર વાછરડી આડી પડતા બચાવવા માટે ટ્રક બ્રેક મારતા પાછળ થી આવતી કાર ટ્રક ટકરાઈ હતી. કારનો કાચ તુટી ગયો જો કે, સદ નસીબે કોઇને જાન થઇ ન હતી. શહેરના સુપર મારકેટથી વથાણ સુધી હાઇવે રોડ પર ઉભેલા વાહનો અને રખડતા ઢોરોને કારણે અવાર નવાર નના અકસ્માતો સર્જાય છે. પણ હજુ સુધી ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવી નથી. જેથી અહીં ટ્રાફિક સમસસ્યા સર્જાય છે. પણ આવા આડેધડ પાર્કિગ કરેલા વાહનો સામે પોલીસ પણ નિષ્ક્રિય છે આમ તંત્રની બેદરકારીના વાંકે અકસ્માતો સર્જાય છે. આ બેદરકરી ગંભીર અક્સસ્માતનું કારણ બનશે પોલીસ વહેલી તકે આવા આડેધડ વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરે અને પંચાયત હાઇવે પર રખડતાઢોર પકડે એવી શહેરીજનોમાંથી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...