ખાતમુહૂર્ત:નખત્રાણામાં ૨૨ લાખના ખર્ચે અદ્યતન પંચાયત ઘર બનશે

નખત્રાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ લીલાબેન પાંચાણીના હસ્તે શિલાન્યાસ કરી ખાતમુહૂર્ત કરાયું

નખત્રાણા ખાતે નવા વર્ષની શરૂઆતે અહીંના વથાન માં આવેલા સીએચસી કેમ્પસના કમ્પાઉન્ડ હોલ જિલ્લાની સૌથી મોટી પંચાયતનું 22 લાખ ના ખર્ચે અદ્યતન સુવિધા સભર પંચાયત ઘર બનાવવામાં આવશે. જેનું ગુરુવારે ખાતમુહૂર્ત કરાયું હતું.

ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લીલાબેન પાંચાણીના હસ્તે નવા પંચાયત ઘરની શીલા મૂકાઈ હતી. આ પંચાયતમાં કુલ 4 રૂમો સાથે એક મિટિંગ હોલ બનાવાશે. જેમાં તમામ સવલતો ઉભી કરવામાં આવશે. રેકોર્ડ રૂમ, તલાટી ઓફિસ, સરપંચ, ઉપસરપંચ ચેમ્બર, જનતા રૂમ તેમજ મીટીંગ માટેનો મોટો હોલ બનાવવામાં આવશે. ખાતમુહૂર્ત પ્રસંગે નવા ચૂંટાયેલા સરપંચ રિદ્ધિબેન વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, હરિ સિંહ રાઠોડ, નૈતિકભાઈ પાંચાણી, તલાટી રમેશભાઈ માળી તેમજ ચૂંટાયેલા નવા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...